________________ નિષધપતિ આનાથી મને અલગ રાખી રહેલી છુતક્રીડા રૂપી શકય સામે આવીને ઊભી છે સ્વામી, વેશ્યાની માફક નિર્લજજ અને ધનને નાશ કરનારી છુતક્રીડા કોને નષ્ટ નથી કરતી ? જેને શાસ્ત્રવેત્તાઓ, સજ્જને અને નીતિશાસ્ત્રીઓ સદાય વિરોધ કરતા રહ્યા છે. તે ઘુતક્રીડાના સેવનથી માત્ર ધનહાનિ થાય છે એમ નથી પરંતુ સઘળાં સુખે વિલય પામે છે. જુગારમાં સપડાયેલો માનવી શુભ કાર્યો પ્રત્યે શિથિલ બનતો જાય છે અને પિતાના પ્રિય પરિવારને પણ વિસરતો જાય છે. જુગારીનું કુળ પણ અપકીતિ થી ખરડાય છે. નાથ, નાનાં મોટી ગમે તે પ્રકારનાં વ્યસને અંતે તે એકબીજાથી સંકળાયેલાં જ રહે છે અને જેણે એક વ્યસન સત્કાર્યું હોય છે તેને અન્ય વ્યસને આપોઆપ ઘેરી લે છે. આપ જ્ઞાની, ચતુર અને સદાચારી હોવા છતાં કેમ સમજી શકતા નથી કે વિષપાન કરવું ઉત્તમ, પર્વત પરથી આપઘાત કરે સારા અને અગ્નિમાં કૂદવું પણ શ્રેષ્ઠ છે, પરંતુ ઘુતક્રીડાના દાસ થવું એ સારું નથી. જુગાર એવી વાળા છે કે બે ભાઈઓ વચ્ચેના પ્રેમ રજજુને પણ બાળી નાખે છે.મહારાજ, પુરાણ પણ ક૬ અને વનિતાને એક પ્રસંગ આવે છે તે આપ ભૂલ્યા નહિ હે. એ બંને બહેને વચ્ચે માત્ર વાણી પૂર જુગાર ખેલાયો હતો અને પરિણામ કેવું ભયંકર આવ્યું હતું ?' નળ પત્નીની વાણી સાંભળી રહ્યો. દમયંતીએ પુનઃ કહ્યું, “સ્વામી, અતિ કઠોર, કપટના આવાસ સમાન, નિંદનીય, સજજન હૃદયને શુન્ય બનાવનાર અને પાપના પ્રવાહ જેવા જુગારનો આ૫ ત્યાગ કરો અને પુરુષાર્થથી પ્રાપ્ત કરી શકાય એવા નિર્મળ ધર્મકાર્યમાં સ્થિર બને...આટલી મારી પ્રાર્થના આપ સ્વીકારે હંમેશાં આપની કૃપાપાત્ર છું. તે હે આર્ય પુત્ર, મારી આટલી વાત માન્ય રાખે.” આમ કહીને દમયંતી અને પરિણામ ? ગભળી રહ્યો. તે ઝાર, કપટના આ