________________ નિષધપતિ મહામંત્રી શ્રતશીલ અને અન્ય મંત્રીઓ જુગાર જીવનની બરબાદી થનાર છે એમ આડકતરી રીતે અવારનવાર સમજાવવા માંડવા. ઉપદેશાત્મક શાસ્ત્રીની વાત કહેવા માંડયા પરંતુ નળના હૃદય પર જુગારની રમતે એ અધિકાર જમાવ્યો હતો કે સમજવા છતાં તે જુગારથી નિવૃત્ત લઈ શકો નહિ. પિતાને પ્રાણાધાર સ્વામી જુગારરૂપી વિષના આસક્ત બન્યા છે એ વાત દમયંતી જાણી ગઈ હતી છતાં તે ય રાખી રહી હતી.... પરંતુ મહામંત્રી અને અન્ય સજજન પુરુષોએ મહાદેવી દમયંતીને કંઈક કરી છૂટવાની વિનંતિ કરી. પરંતુ દમયંતી પ્રયત્ન કરે કેવી રીતે? સ્વામી મળવા આવતા પણ અલ્પ સમય માટે કુશળ પૂછી.• બે પ્રેમવચને કહી પાછા ચાલ્યા જતા. એક દિવસ ઝરૂખામાં બેઠેલી દમયંતીએ સ્વામીને ભવનમાં આવતાં જોયા એટલે તે તરત દ્વાર પાસે ગઈ અને ભક્તિભર્યા ભાવે પતિનું પૂજન કર્યું. સદાચારથી ભ્રષ્ટ થયેલે પ્રિયતમ પતિ પણ કુલિન સ્ત્રીઓ માટે સદાય પૂજનીય રહે છે. નળે પત્ની સામે જોયું. પત્ની ના દેહ પર અલંકારે નહોતા વદન પર ચિંતાની વાદળાએ વસી ગઈ હતી ભારે દુઃખથી આંખે કરમાયેલા કમળ જેવી બની ગઈ હતી. આ જોઈને નળે શાંતસ્વરે કહ્યું : " પ્રિયે, તું જ કહે હું તને શું પ્રશ્ન કરું કે તું તે મારી સઘળી વાત જાણે છે.. તારાથી કશું ગુપ્ત છે જ નહિ..છતા મારક પ્રાણની આધારરૂપ તું જ છે. આવી દુઃખભરી અવસ્થા કેમ બની ગઈ છે કે મહારાજા ભીમની લાડલી પુત્રીનું આવું અલ કાર વિના સ્વરૂપ જોઈને મને ભારે દુખ થાય છે. પ્રિયે, તારું મન તો પ્રસન્ન છે ને ? તારું શરીર તે નિરોગી છે ને ? હે કૃશદરી, આમ કેમ બની ગઈ છે? શું કોઈ તારા પ્રત્ય કૅપ રાખે છે અથવા તારી, આજ્ઞાનું ઉલઘન કરે છે ?'