________________ નિષધપતિ મઘપાન માનવીની મનોવૃત્તિને ભ્રષ્ટ કરે છે, તેમ જુગાર પણ માનવીના ગુણેને ભરખી જાય છે !' હુ સમજું છું છતાં મનમાં આવું થયા કરે છે.' પરંતુ મનરંજન માટે તે બીજા નિર્દોષ સાધને અનેક પડયાં છે.' મહામંત્રીએ કહ્યું. ' “એ જ મારા માટે આશ્ચર્ય બન્યું છે. ઘણા વિચારો આવે છે. છતાં જુગાર ખેલવા માટે જાણે હાયને ચળ આવતી હોય એમ લાગ્યા કરે છે. બીજી રીતે વિચાર કરીએ તો મનરંજન એ દૂષણ નથી. એમાં લુબ્ધ બનવું એ જ દૂષણ છે.” નળ કહ્યું. છતાં દોષ જ છે નિર્દોષ ભાવે સ્વીકારાતાં દૂષણ પણ ઘણી વાર ભારે વેદનાકારક બની જતાં હોય છે. મને લાગે છે કે આપ એક વાર...' શું ?' મહાદેવીને લઈને બેએક માસના પ્રવાસે ચાલ્યા જાઓ..... પ્રવાસને આનંદ આપના મનને અવશ્ય ચંચળ બનતું અટકાવશે.” આ વિચાર ઉત્તમ છે.” નળે કહ્યું. પણ મહામંત્રીના ગયા પછી નળને થયું. પ્રવાસને આનંદ તો ઘણે ભોગવ્યો છે. એમાં મજા જરૂર છે પણ જય પરાજયના આંદોલને જગાડનારી શક્તિને એમાં અભાવ છે. હારજીતના આંદલને અંતરમાં નજાગે ત્યાં સુધી બધું સાવ રસહીન હોય છે. અને બે દિવસ પછી નળે પિતાના ઓરમાન ભાઈ કુવરને ઘુતડા માટે નિમંત્રણ પાઠવ્યું. કુંવર નળને ઓરમાન ભાઈ હતો અને નળની કૃપાથી ખૂબ સુખી હતો. પિતાએ તેને સુખપૂર્વક રહી શકાય એવું નાનું રાજ્ય પણ આપ્યું હતું અને નળે નિષધામાં જ તેના માટે એક ભવ્ય રાજપ્રાસાદ બંધાવી આપ્યો હતો.