________________ કલિને પ્રવેશ: 213 મેટા ભાઈના નિમંત્રણને કુંવરે હર્ષભર્યા હૈયે સ્વીકાર કર્યો. તેના મનમાં થયું કે મહારાજ દ્યુત પ્રત્યે કદી નજર પણ ન કરે ને મને શા માટે બોલાવ્યો હશે ! સંભવ છે કે નિર્દોષ આનંદ ખાતર તેમણે આ નિમંત્રણ આપ્યું હોય. બીજે જ દિવસે કુંવર આવી ગયો. નળની આજ્ઞાથી રાજસભાના જ એક ખંડમાં ઘુતક્રીડાનું આયોજન થયું. પ્રકરણ 23 મું : : જુગારની જવાળા મનોરંજન જ્યારે વ્યસન બની જાય છે, ત્યારે જીવનના આદર્શો આપોઆપ કથળવા માંડે છે. મને રંજન ખાતર શરૂ કરવામાં આવેલો જુગાર પંદર દિવસે પણ બંધ ન થયો અને પરિસ્થિતિ એવી સરજા કે જુગારમાં આસક્ત બનેલે નળ પિતાના નિત્ય કાર્યમાં પ્રમાદ સેવવા માંડયો. જપ, તપ, સ્નાન, દાન, ધ્યાન, રાજકાય, ભેજનકાર્ય વગેરેમાં તે નિયમિત રહી શકતો નહોતો. સાયં ભેજનથી નિવૃત્ત થયા પછી તરત જુગારનો પ્રારંભ થતા અને તે રાતના ત્રીજો પ્રહર પર્યત ચાલતો. આ પરિસ્થિતિમાં નળ પિતાની અતિ પ્રિય દમયંતીને પણ વધુ સમય મળી શકતો નહિ..અ૫દર્શન આપીને ચાલ્યો જતો. ગ્રહથી ગ્રસિત થયેલે મેઘ જેમ ધાન્ય નિપજાવી શકતો નથી, તેમ તથી ગ્રસિત થયેલે નળ રાજકાર્યને સ્થિર રાખી શકતો નહિ. અને નળની પ્રિય પ્રજામાં પણ પોતાને રાજા જુગારના છંદે ચડે છે અને રાતદિવસ જુગારની જ આરાધના કરે છે એવી વાતે દુઃખભરી ચર્ચાને વિષય બની ગઈ.