________________ કલિને પ્રવેશ 211. આવતાં જ કલિએ જુગારના સ્વામી ગણાતા દૂરદર' નામને દેવનું સ્મરણ કર્યું. ચોરી, અસત્ય, માયા, લુચ્ચાઈ, ચુગલી, વગેરે દૂષણેથી સમૃદ્ધ બનેલ દૂરદર વળતી જ પળે કલિ સમક્ષ હાજર થયો અને વિયાવતન ભાવે બાવ્યો. “શી આજ્ઞા છે, મહારાજ ?' આ રીતે દૂરદરને આલેલે જોઈને કલિએ હર્ષભર્યા સ્વરે આદેશ આપ્યો: “તું નળ રાજાના જમણા હાથમાં નિવાસ કર.” મહાપરાક્રેમી કલિનો આદેશ મળતાં જ નમન કરીને દૂરોદરે કહ્યું : “જેવી આજ્ઞા...!” અને તરત દૂરદરે નળની જમણા હાથની હથેળીમાં સ્થાન લીધું. નળ પોતે પળ માટે પણ અસાવધ રહેતો નહતો. પિતાની કાયામાં બે દુષ્ટ દેવોએ સ્થાન લીધું છે એની પણ તેને કલ્પના આવી ન હતી. પરંતુ દૂરદરના પ્રભાવથી નળ રાજાના મનમાં ઘુત રમવાને ભાવ જાગવા માંડયો... અને ચાર છ દિવસમાં તે ઘત ક્રીડાની એષણ એવી થઈ પડી કે તે પિતાનાં કાર્યોમાં કંઈક પ્રમાદ સેવ થઈ ગયો. જેમ ખરજવા પર મીઠી ચળ આવે તેમ તેનો જમણો હાથ ઘૃત રમવા માટે સળવળાટ અનુભવવા માંડયો. મહામંત્રી શ્રતશીલે એક દિવસ મહારાજ નળ સામે જોઈને હ્યું “મહારાજ, છેલ્લા કેટલાક દિવસથી આપ કંઈક અસ્વસ્થ અથવા અન્યમનસ્ક હે એમ મને ટુમ દેખાય છે ?" મિત્ર, એવું ખાસ કોઈ કારણ નથી...પણ મનમાં એક તીવ્ર ઈચ્છા કેમ જાગી છે તે મારાથી સમજી શકાતું નથી.” કઈ વસ્તુની તીવ્ર ઈચ્છા થાય છે ?" મનમાં થાય છે કે મનરંજન ખાતર એકાદ વાર ઘુતક્રીડા રમુ” શ્રતશીલ આ સાંભળીને હસી પડયો અને હસતાં હસમાં બોલ્યા મહારાજ, સંસારલક્ષી પુરુષોએ ઘુતથી દૂર રહેવું જોઈએ. જેમ