________________ 210 નિષધપતિ લકનું સુખભેગવતે હેવા છતાં પરલોકથી ભય પામતો હતો અને તેના સ્વભાવમાં સત્ય, પવિત્રતા, નિર્દભ અને વિયાદિ ગુણ ઉત્તરોત્તર ખીલી રહ્યા હતા. આ બધું જોઈને કલિ ભારે વિસામણમાં પડી જતે તેના મનમાં થતું, નળ સ્નાનશુદ્ધ બને છે તે વખતે પણ એના અંગનું એક છિદ્ર સરખુંચે સ્નાનહીન રહેતું નથી. કાલે સમજો હતો કે એની કાયામાં પ્રવેશ કર્યા સિવાય એના મનભાવને વિકૃત કરી શકાશે નહિ અને મનોભાવની વિકૃતિ થયા વગર નળને પરાજિત કરી શકાશે નહિ. રાહ જોતાં વરસે પસાર થવા માંડયાં છતાં કલિએ જરાયે દૌર્ય ગુમાવ્યું નહિ અને જે પળની તે રાહ જોતો હતું તે મનગમતી પળ આવી ગઈ. એક દિવસ નળ સ્નાન કરીને ઊભો થયો. અને પગની મધ્યમાં અંગૂલિનું એક છિદ્ર અશુદ્ધ રહી ગયું. આ તકને કલિએ વગર વિલા બે ઝડપી લીધી. તરત તેણે એ અશુદ્ધ છિદ્ર વાટે નળની કાયામાં પ્રવેશ કર્યો. જેમ તીવ્ર વિષને પ્રસરતાં વાર લાગતી નથી તેમ તીવ્ર ફળ આપનારા કલિએ નળની કાયામાં પ્રવેશ કરીને સપ્ત ધાતુઓમાં પિતાનું સ્થાન જમાવી દીધું. અર્થાત તે રામરામમાં વ્યાપી ગયો. નળની કાયામાં પ્રવેશ કરીને નળને નષ્ટભ્રષ્ટ કરવાની ઈછાવાળા કલિએ જોયું કે કાયામાં પ્રવેશ કરવા છતાં નળના મનોભાવને સહેલાઈથી વિકૃત કરી શકાય એમ નથી. આ માટે કંઈક એવું કરવું જોઈએ કે જેથી નળ ધર્મકરણીમાંથી, રાજકાર્યમાંથી અને સદાચારના કાર્યમાંથી કંઈક વિચલિત બને. આ માટે શું કરવું ? કલિને એક ઉપાય મળી આવ્યો. જે નળ ઘુતક્રીડામાં રસ લેતા થાય તે તેના મને ભાવમાં વિકાર પેદા કરી શકાય. કારણ કે જુગારને નાદ માનવીને પિતાના મંગલ કર્તવ્યમાંથી ચલિત બનાવી શકે છે, આ વિચાર