________________ જુગારની જ્વાળા દમયંતી મૌન રહી નીચી નજરે જોતી એમ ને એમ ઊભી રહી. નળે પ્રેમભર્યા સ્વરે કહ્યું: “પ્રિય, શું તને કેઈને ભય લાગે છે અથવા કોઈ પ્રત્યે તારા મનમાં રોષ થયો છે?” તું ઉચ્ચ રાજવંશની કન્યા છે ને ઉચ્ચ રાજવંશની કુળવધૂ છે. આમ બંને પક્ષથી વિશુદ્ધ અને ઉચ્ચ હોવા છતાં તારા પર મને ગ્લાનિ કેમ દેખાય છે ? દેવી, તું પ્રસન્ન નજરે મારી સામે છે અને તારી મને વેદનાનું જે કંઈ કારણ હોય તે મને કહે.” દમય તી કશું બોલી નહિ. એમ ને એમ ઊભી રહી. નળે પત્નીનો હાથ પકડી છે. ત્યાર પછી ધીરેધીરે પિતાના ખંડમાં પ્રિયતમાને લઈ ગયા અને આ ઉદાસી શા માટે છે એ જણાવવા માટે નળે પિતાના સોગંદ આપ્યા. દમયંતીએ સ્વામી સામે નજર કરી અને મસ્તકે બંને હાથ જોડીને કહ્યું: “શરીર પર માત્ર અલંકારે સહિત મને હંમેશા જેનારા આપ શા માટે ખેદ પામો છે? ભારે બોજારૂપ એવા રત્નજડિત અલંકારની મારે શી જરૂર છે? આપ પિતે જ મારા માટે અલંકારરૂ૫ છે. જેમ કમળ વગરની છતાં જળથી ભલી વાવ શોભે છે, તેમ સુંદર વસ્ત્રાભૂષણથી રહિત, પરંતુ સ્વામીથી પ્રેમ પામેલી પ ની શોભે છે. જે પરાક્રમ સાહસિક કર્મોથી રહિત સૈન્ય દળનો દાન વૃથા છે, તે રીતે જેને પતિ પ્રતિકુળ છે તે સ્ત્રીઓને વસ્ત્રાભૂષણો પણ નિરર્થક હેાય છે. મહારાજ, આપની કીર્તિ થી સમગ્ર આર્યાવર્ત ઉજજવળ બનેલ છે. તેથી શૃંગાર વિહેણી હોવા છતાં આપની કીર્તિ જ મારા માટે પ્રકાશ છે. સ્વામી, હું આપની અર્ધગના છું એ ગૌરવથી સ્વર્ગને શેભાવનારી અને સુખમાં રહેનારી ઈન્દ્રાણી પણ મને તુચ્છ છે. આપની કૃપાથી સર્વ પ્રકારે સુખી હોવા છતાં પણ અત્યારે મારા ભાગ્યસ્વામી વાદળદળ પાછળ છુપાવા માંડ છે અને દુર્ભાગ્ય રૂપી અંધકારને પૂંજ જામતો જાય છે. કારણું કે