________________ કલિને પ્રવેશ! દેવમંદિરના રંગમંડપમાં નૃત્ય કરતી જે ત્યારે તેનો ક્રોધ અંતરવાળા સમું બની જતો. આ રીતે, વ્યાકુળ બનેલો કલિ નગરીમાંથી બહાર નીકળી ગયે. અતિ મનોહર ઉધાને ઘણાં હતાં પરંતુ ત્યાં દેવપૂજા માટે વપરાતાં ફૂલ છોડે, લત્તા મંડપ અને વૃક્ષો જોઈને કલિની અંતરંવેદના વધી પડી. નળરાજાના રાજ્યમાં શું પિતાને રહેવા માટેનું કોઈ અપવિત્ર સ્થળ રહ્યું જ નથી આવા નળને ભારે નષ્ટ કરવો જ પડશે...એ વગર મારા ઉત્તાપને શાંતિ મળશે નહીં. મારા અંતરને પ્રજાળતી જવાળાને ઠારી શકાશે નહિ. આમ વિચારતે કલિ કઈ છૂટા છવાયા વૃક્ષની શોધમાં ઘૂમવા માંડયો...થાકેલા કલિને છેવટે બિભિતકનું એક વૃક્ષ દેખાયું..એકલું, અટૂલું અને ફરફર થતું પલ્લવવાળું બહેડાનું એ વૃક્ષ જોઈને કલિ મનથી નાચી ઊઠયો અને પોતાને જાણે મહાન આશ્રય મળ્યો હોય તેમ તે બહેડાના વૃક્ષને વળગી પડે અને છેક ઉપરની ડાળે બેસીને વિસામે લેવા માંડયો. આ વૃક્ષ પર રહીને તેણે પિતાની અદ્રશ્ય કાયા એટલી વિસ્તૃત બનાવી છે ત્યાં બેઠે નળના રાજભવનને અને નગરીને તે બરાબર જોઈ શકતો. આમ, એક આંખવાળા કાગડાસમે અને દુષ્ટ બુદ્ધિથી ભરેલા કલિ મહારાજા નળના દોષ નિહાળવા કાળજી રાખવા માંડયો. પરંતુ બે ચાર નહીં, અનેક વર્ષો વીતવા છતાં તે નળમાં કેઈ દષછિદ્રજોઈ શક્યો નહીં. . " કલિ જોતે હો કે નળ ધર્મ, અર્થ અને કામ એ ત્રણે પુરુષાર્થોને સમભાવે સેવી રહ્યો છે ! તે કઈ દિવસ પ્રજાની બહેન દીકરી પ્રત્યે દુષ્ટતાભરી નજર સરખી કરતો નથી. પિતાની પ્રિયા દમયંતીથી તે મહાન સુખી છે. બંનેના સમર્પણભાવમાં પણ ઉણપ આવતી નહતી... ઉત્તરોત્તર મેટાં થઈ રહેલાં બંને બાળકે આનંદ અને ઉલ્લાસની જીવંત છબી સમાં શેતાં હતાં. નળ આ 14