________________ 2017 કલિનો પ્રવેશ દસમે દિવસે બંને સંતાનોને નામકરણ મહત્સવ થશે. ઈન્દ્રના -વરદાનથી આ સંતાનો થયેલાં હોવાથી પુત્રનું નામ પાડયું ઈસેના અને કન્યાનું નામ પાડયું ઈન્દ્રસેન ! જેમ સુર્ય અને ચંદ્રથી ગગન મંડળ શેભે તેમ આ બે બાળકે વડે રાજ ભવન રોભી ઊઠયું. ખરેખર, બાળકે ભવનની, વંશની અને જીવતરની શોભા છે. જયાં બાળકોના કલરવ નથી ત્યાં સંપતિ ને સત્તા ચાહે તેટલાં પ્રબળ હોય તે પણ સાવ નિષ્ફળ અને અર્થશૂન્ય છે. ધીમે ધીમે બાળકે મોટાં થવા માંડ્યા.બંને બાળકે માટે રાખેલી ઉત્તમ ધાવમાતા પિતાનાં પ્રિય સંતાન માફક બંને બાળકે પ્રત્યે મમતા રાખવામાં કર્તવ્ય સમજતી હતી અને નળ અને દમય તો તે બાળકની પા પા પગલી જોઈને ખીલી ઊઠતાં . અને જ્યારે બંને બાળકો કાલી કાલી વાણી વડે બેસવા માંડયાં ત્યારે સમગ્ર રાજભવન હર્ષના કલેલ વચ્ચે રમવા માંડયું. અને આર્યાવર્તમાં વિવિધ વેશે ઘૂમી રહેલે કલિ નિષેધાના પાદરમાં આવી પહોંચ્યો. તેની સાથે તેના કેટલાક સાથીઓ હતા. કલિએ પિતાના સાથીઓને વિદાય આપતાં કહ્યું: “તમે બધા હવે ચાલ્યા જાઓ...આપણે આર્યાવર્તનું નિરીક્ષણ કરી લીધું છે.. સમગ્ર આર્યાવતમાં મારી આણ ફેરવતાં હજારો વર્ષ લાગે તેમ છે. કારણ કે જ્યાં જ્યાં આપણે શું ત્યાં ત્યાં ધમ અને સદાચાચારની અવિરત આરાધના થતી હોય છે. આ સંગોમાં આપણને હજી ઘણુ વાર છે.પુણ્યને પાછી ઠેલવાનું કાર્ય કરવા જતાં કદાચ આપણે જ ભીંસાઈ જઈએ. આર્યાવર્તનાં પુણ્યતેજ કંઈક હળવાં પડે ત્યાં સુધી આપણે આપણું ધામમાં જ રહીશું. પરંતુ નળ રાજાને નષ્ટ કરવાની મેં પ્રતિજ્ઞા લીધી છે...એ પૂરી કર્યા વગર મારાથી પૃથ્વી પીઠનો ત્યાગ થઈ શકે એમ નથી. વળી. નળ રાજા નિર્મળ ચિત્તવાળો, પ્રજાપ્રિય, શકિતસંપન, સદાચારી, ધર્માશ્રયી