________________ કલિન પ્રવેશ: 20. નળ અને દમયંતીને પ્રણોલ્લાસ એટલો મસ્ત બની ગયો હતો કે દિવસ અને રાત જ્યારે વિદાય લે છે તેની જાણે કલ્પના જ. આવતી નહીં. સપ્તાહ નહિ પણ મહિનાઓ વીતવા માંડયા. રાણું કનકા.. વલી એકાએક બીમાર પડી ગઈ અને ટૂંકી મદિગી ભેળવીને મૃત્યુ પામી. નળે પિતાની પ્રથમ પત્નીની સારવાર કરવામાં કોઈ મણ ન રાખી.. દમયંતી પણ નાની બહેન બનીને કનકાવલીની શય્યા પાસે જ બેસી રહી...પણ મૃત્યુને કોઈ રોકી શકતું નથી. સ્વામીનાં ચરણમાં મસ્તક રાખીને નવકારમંત્રનું સ્મરણ કરતાં કરતાં કનકાવલીએ વિદાય લીધી. એ વાતને પણ ત્રણ માસ વીતી ગયા. - નળ અને દમયંતીને પ્રેમ કલેલ એ ને એ મસ્ત બની રહ્યો...આગ છતાં બને મોહાંધ નહોતાં બન્યાં. ધર્મકાર્ય, દેવપૂજ, રાજકાર્ય, પ્રજાના પ્રશ્નો, વગેરેમાં બંને રસ લેતાં અને જનતાને કોઈ પ્રકારનું દુઃખ રહેતું નહિ. ' કઈ પણ યાચક પાછા ફરતે નહિ. કોઈ પણ પ્રજાજનનું દુઃખ દૂર કરવામાં નળ કે દમયંતી પ્રમાદ સેવતાં નહિ. બીજી બાજુએ, કલિએ લીધેલી પ્રતિજ્ઞા દેવલોકમાં ભારે રસપ્રદ બની ગઈ હતી. દેવતાઓ નળ પ્રત્યે મમતાવાળા બન્યા હતા અને કલિના હાથે નળરાજાનું અકલ્યાણ ન થાય એ માટે ચિંતા પણ કરતા હતા. દુષ્ટ કલિ એક હાથ વડે તાલી બજાવવા ઈચ્છતો હતો. નિર્દોષ નળદમયંતીને નષ્ટ કરવા માગતો હતો. કાનમાં પ્રવેશેલા મછરથી જેમ હાથી પરેશાન થાય છે તેમ છિદ્રમાં પ્રવેશેલ હીના વ્યક્તિથી સમર્થ ગણાતો પુરુષ પણ વ્યથા ભોગવે છે. એક દેવના હૃદયમાં ખૂબ જ ભાવના જાગી હતી અને તેણે મહારાજા વીરસેનના એક બંધુ, જે નળના કાકા થતા હતા તેઓ મૃત્યુ પામીને પાતાલલેકમાં કટક નામના નાગરાજ થયા હતા. તે