________________ કલિની પ્રતિજ્ઞા! . 203 એ જ મને સમજાતું નથી. નળને તમે ગમે તેવો માનતા હે. પણ એ રત્નચર છે.. દેવોને શત્રુ છે...પામર માનવ છે. તમે બધાં યાદ રાખજે કે મારા જેવા અગ્નિસ્વરૂપ શત્રુ વડે પાપી નળ કે ઈ. કાળે સુખી થઈ શકશે નહિ...હું એને સુખમાં રહેવા નહીં દઉં.. આજથી હું નળને દુશ્મન છું.. તમે બધા દેવો. દશે દિપાલે ત્રણે લેકમાં સુઘોષા ઘંટનાદ કરીને જાહેર કરી નાખજે કે કલિ નળને શત્રુ છે...મને એ અંગેને કઈ ભય નથી દમયંતીનું સતીત્વ કે લેકપાલનાં વરદાને નળનું કેવી રીતે રક્ષણ કરી શકે છે એ હું બરાબર જોઈ લઈશ. યાદ રાખજે, તમે બધા ધર્મની મર્યાદાના રક્ષકો ! હું નળને વગડે વગડે રઝળતે કરી શ..એના જ હાથે એની પ્રિયાનો ત્યાગ કરાવીશજો હું આમ ન કરી બતાવું તે તમારે મને તમારી સભામાં આસન આપવું નહીં. મારી સાથેનો કઈ દિવસમુસાફરી પણ ન કરવી...મારી સાથેનો સઘળો વ્યવહાર તોડી નાખવો !. ઈન્દ્ર મહારાજાએ શાંત સ્વરે કહ્યું: “હે કલિ, તું ક્રોધને ત્યાગ કર, તારા હૃદયને પ્રસન્ન બનાવ. અંધજન માફક વેરછાએ શા માટે અવળે રસ્તે જઈ રહ્યો છે? સ્વયંવર મંડપમાં અમે ગયાં હતાં એથી અમે તારા ક્રોધના પાત્ર બની શકીએ. પરંતુ નળ પ્રત્યે તારે શા માટે ક્રોધ કરવો જોઈએ કે આ વિશ્વનાં સ્ત્રી હોય કે પુરુષ હેય ધનવાન . હોય કે ગરીબ હોય, જુવાન હોય કે વૃદ્ધ હોય, પરંતુ સહુનું આચરણ શ્રેષ્ઠ અને મહાન હોવું જોઈએ. જે કાઈ માનવી સદાચારી છે, તે દેવોને માનનીય હોય છે દુર્જન પુરુષો કપૂરમાં શ્યામ રંગ, ચંદનમાં ઉગ્રતા અને સત્સંગમાં શપણું હોય એમ માને છે... પરંતુ દુર્જન ગમે તે માને એથી પવિત્ર પુરુષોના ગુણમાં પરિવર્તન થતું નથી. મહાદેવી દમયંતી અને શ્રેષ્ઠ પુરુષ નળના ગુણ સાંભળીને તારે શા માટે અકળાવું જોઈએ ? ધર્મજ્ઞ નળ સાથે વેર બાંધવામાં તને શો લાભ થવાને છે ? નળને નષ્ટ કરવાની ઈચ્છા રાખનારે.