________________ 206 નિષધપતિ નાગરાજને સંદેશ આપે, “આપના પ્રિય બંધુ વીરસેનને પુત્ર નળ ધર્મિષ્ઠ અને સદાચારી છે. આપને માટે તે પ્રીતિપાત્ર છે.. આપના મહાનવંશને કુળદીપક છે. કલિયુગ એના પ્રત્યે અકારણ રોષે ભરાયા છે. અને નળ તથા તેની અધગના દમયંતીને નષ્ટ કરવાને તેણે સંક૯પ કર્યો છે. તો હે નાગરાજ, પૂર્વભવનાં સ્નેહબંધનના કારણે આપ નળ રાજાની બુદ્ધિ ભ્રષ્ટ બને તે અવસરે તેની રક્ષા કરો.” આ તરફ, કલિ પૃથ્વીપીઠ પર આવી પહોંચ્યો હતો...સહુથી પ્રથમ તે સમગ્ર આર્યાવર્તને નિહાળવા નીકળી પડ. અને અહીં નિષધાનગરીમાં દેવી દમયંતી સગર્ભા બની. પિતાની પ્રિયતમા આવતી કાલે માતા બનશે એવું જાણીને નળ ખૂબ જ -હર્ષિત બન્યો. દમયંતી સ્વસ્થ હતી છતાં તેની કાળજી રાખવાની નળ યોજના કરી. દમયંતીની પ્રત્યેક ઈચ્છાને પૂરી કરવા નળ સદાય તત્પર રહેવા માંડયો. જેમ જેમ ગર્ભની વૃદ્ધિ થતી જતી તેમ તેમ દમયંતી વધારે તેજસ્વી જણાતી માતૃત્વનું મંગલ તેજ તેના વદન પર ખીલી ઉઠયું હતું, અને પૂરા દિવસે દમયંતીએ બે બાળકને જન્મ આપ્યો..એક પુત્ર હતું. બીજી કન્યા હતી. રાજભવનમાં વધાઈની ઝાલરી રણકી ઊઠી. શુભ સંદેશ આપનારી પરિચારિકાઓને નળ રાજાએ રત્ના- ભરણોથી નવાજી. અને દસ દિવસનો જન્મોત્સવ ઊજવવાની મંત્રીઓને આજ્ઞા કરી. નગરીના તમામ મંદિરમાં ઉત્તમ દ્રવ્યના થાળ મોકલવામાં આવ્યા. સમગ્ર જનતા હર્ષથી નાચવા માંડી. નળે દાનને પ્રવાહ છૂટે - હાથે વહેતો કર્યો. વળતે જ દિવસે આ શુભ સમાચાર એક દૂત દ્વારા મહારાજા ભીમને એકલી આપ્યા.