________________ 108 નિષધપતિ. અને તેજસ્વી છે. એને તેજોવધ કરતાં મને થોડો સમય લાગશે એટલે આપ સહુ આપણા નિવાસ સ્થળે ચાલ્યા જાઓ.’ “મહારાજ, આપ તે મહાન શકિતવંત છે... ઈન્દ્ર પણ આપનાથી બને છે અને અમે આપની સેવા માટે તત્પર છીએ.” એક સૈનિકે કહ્યું. તારી વાત સાચી છે. પણ મારે તે નળને પરાજિત કરે છે. આપણે સ્વર્ગ માંથી અભિમાન લઈને આવ્યા છીએ...નળ સહેલાઈથી સપડાય તેમ નથી. મારે છિદ્ર જેવું પડશે. મને જરા, દોષ દેખાશે એટલે હું એના ચિત્તને ખળગાવી મૂકીશ અને તેને હણવા સુધીને પ્રયત્ન કરીશ. દમયંતી અથવા નળ બેમાંથી એકને નાશ કર્યા પછી જ હું સ્વર્ગમાં પાછો આવીશ. ત્યાં સુધી મારે કોઈની સેવાની જરૂર નથી. કારણ કે મારા કામ પાછળ કદાચ મહિનાઓ વીતે. વરસો પણ વીતે. એથી આપ સહુ સ્વર્ગમાં જઈને મારી પ્રતીક્ષા કરજે. અને જરૂર પડશે તે હું તમને બોલાવીશ.” સેવકે-સાથીઓને વિદાય કરી કલિ નગરીમાં દાખલ થયો. પ્રથમ તે તેણે સમગ્ર નગરીનું નિરીક્ષણ કર્યું. ત્યાર પછી જેમ કોઈ ચોર પિતાને છુપાવાનું સ્થળ શોધે તેમ કલિ વિશ્રામ માટેનું સ્થળ શોધવા શેરીઓ, મહેલ્લાઓ અને ગલીઓમાં ઘૂમવા માંડે. પણ પિતાને ગ્ય સ્થળ તેને કયાંય ન દેખાયું. ફરી ફરીને તે થાકી ગયો હતો. નળ રાજાની પ્રશંસા સાંભળીને તેને સુખ પણ થયું હતું. અને દરદ પણ થયું હતું. નગરીમાં એક કોઈ સ્થળ નહતું જ્યાં તેને કંઈક નિરાંત મળે...કારણ કે સમગ્ર નગરી પર ધર્મ અને સદાચારની છાયા હતી. ઠેકઠેકાણે ધર્મનાં જયગીત ગવાતાં અને એ સાંભળીને કલિના કાનમાં જાણે ધગધગતું સીસું ડાતું..તે ભારે વિધવલ બની જ. શુંગારથી સોહામણી લાગતી વારાંગનાઓને જોઈને તે ખુશ થત. પરંતુ એ જ વારાંગનાઓને