________________ 200 નિષધપતિ વારમાં મદમસ્ત હાથી જેવો શ્યામ રંગી કવિ તેમની સામે જઈને ઊભો રહ્યો. પરંતુ દેવતાઓ કંઈ બોલ્યા નહિ. કવિએ પ્રસન્ન સ્વરે કહ્યું: " હે ઈન્દ્રરાજ, હું આપ સર્વની કુશળતા ચાહું છું. આપ જેવા મહાન દેવોનાં મને શકુન થયાં છે. એટલે મારું કાર્ય અવશ્ય સિદ્ધ થશે. હું મહારાજા ભીમની રૂપવતી કન્યા દમયંતીના સ્વયંવરમાં જાઉં છું.' બધા દેવો ખડખડાટ હસી પડ્યા. ઈન્દ્ર મહારાજાએ કહ્યું કલિ, તું દમયંતીને વરવાની ઈચછા રાખતા હતા, તે હું જાણું છું. પરંતુ પ્રમાદી માણસે કાર્ય સિદ્ધિ કરી શકતા નથી. એક તો તારું રૂપ એવું વિચિત્ર છે કે માનવકની કોઈ કન્યા તને સ્વામી તરીકે પસંદ કરે જ નહિ. દમયંતીને સ્વયંવર પૂરું થયાને પણ આજ સવા મહિને વીતી ગયો છે...' કલિ અવાક બની ગયો. ઈન્દ્ર કહ્યું : “અમે બધાએ સ્વયંવરમાં ભાગ લેવા ગયા હતા. સ્વયંવર મંડપમાં દેવ, યક્ષ, કિન્ન, નાગકે, વગેરે ઘણું શ્રેષ્ઠ અને સમૃદ્ધ પુરુષો આવ્યા હતા. પરંતુ રાજકન્યાએ માનવલોકને અતિ તેજસ્વી નવજવાન રાજા નળને જ કંઠમાં વરમાળા આપી હતી...તું બહુ મેડે જાગે ! કયાં અટવાઈ ગયો હતો? અત્યારે તો સંસારની શ્રેષ્ઠ સુંદરી નારી દેવી દમયંતી પિતાના ભવનમાં કલેલ કરી રહી છે. વળી, યોગી પુરુષો તને નૈષ્ઠિક બ્રહ્મચારી તરીકે બિરદાવે છે, એટલે આ પ્રમાદ પણ તારા માટે આશીર્વાદ બની ગયો છે !' કલિએ કહ્યું કે મારી ઈચ્છાને કઈ શકિત રૂધી શકે નહિ... હું કઈ પણ ઉપાયે વૈદભીને મેળવીને જ રહીશ.” દેવોની સાથે રહેલાં દેવી સરસ્વતી મધુર સ્વરે બોલી ઊઠયાં, “હે કિલિ, આ નિર્માલ્ય વિચાર કરવામાં હવે કાંઈ તથ્ય રહ્યું નથી. 61