________________ 198 નિષધપતિ સારુંનરસું એ બધું એક વિશ્વિમ છે. કૃત્રિમ વાદળ દળ છે.” જનસમૂહને ઉપદેશ આપી રહેલા રસ્તુતિપાઠકના આ શબ્દો સાંભળીને ઈન્દ્રાદિ દેવો કમકમી ઊયા. ઈન્ડે પિતાના મહાપ્રતિહાર નન્નમેષ દેવને ઈશારે કર્યો. વળતી જ પળે નેત્રમેષદેવ તે સ્તુતિ પાઠક પાસે પહોંચી ગયો અને બેલ્યો : “અલ્યા તું કોણ છે? ધમધુર-ધર સધર્મેન્દ્ર પોતે સમરત વિશ્વનું રક્ષણ કરી રહ્યા છે. છતાં ધર્મ કર્મને નાશ કરવાનાં સૂત્રો પિકારનાર તું કોણ છે ? એ દુરાચારી ! તારી આયુષ્ય મર્યાદાનો અંત આવ્યો લાગે છે. હું હમણું જ તારી જીભ મૂળમાંથી ખેંચી કાઢીશ આ વિશ્વમાં કૃત્ય કૃત્યનો વિવેક ન હોય તે પ્રકાશ અને અંધકાર બંનેની સમાનતા શા માટે ન હોઈ શકે? આ સંસારમાં પાપ અને પુણ્યનો વિસ્તાર તે પ્રત્યક્ષ રહ્યો છે...પુણ્યવંત છે સુખી દેખાય છે અને પાપી પ્રાણુઓ ભારે દુઃખી હોય છે. જે પાપપુણ્ય કેવળ શ્રમ હેાય તે પ્રાણી માત્રમાં સમાનતા જ હોવી જોઈએ. કોઈ સામ્રાજ્ય ભોગવે છે તો કોઈને દાસત્વ ભોગવવું પડે છે. કોઈના ભવનમાં ધનનો ભંડાર ઉભરાતે હોય છે તે કોઈ પેટ ખાતર ઘેર ઘેર ભટકતા હોય છે ભવાનરમાં શુભાશુભ કર્મ જે બાંધ્યાં હોય તેનું પરિણામ પ્રાણી માત્રને ભોગવવું જ પડે છે... કારણ કે દરેકના કામ એકસરખા હોતાં જ નથી. હે અજ્ઞાની ! દેહ નાશવંત છે... પણ દેહને ધારણ કરનાર આત્મા અવિનાશી છે...જેમ પુષ્પની સૌરભ દ્રષ્ટિગોચર થઈ શકતી નથી, તેમ આ દેહમાંથી અન્ય યોનિમાં ગયેલ આત્મ પણ જોઈ શકાતું નથી. વર્ણ અવસ્થા એ કઈ કલ્પના નથી. પરંતુ વિજ્ઞાન સિદ્ધ વ્યવસ્થા છે. બુદ્ધિના સ્વામીઓએ અને સંસ્કૃતિના પુરરકર્તાઓએ આ વ્યવસ્થા દ્વારા સુદ્રઢ અને સંસ્કારી પ્રજા ઉત્પન્ન કરવા ખાતર એક મર્યાદા બાંધી છે તું કામદેવને અનુસરવાની લાકેને વાત કહે છે. પરંતુ તારા કથન મુજબ માત્ર કામતૃતિ એ સિદ્ધ થઈ શકતી નથી. કારણ કે કામને તૃપ્તિ કેઈને