________________ કલિની પ્રતિજ્ઞા ! 197 રાજભવનમાં પહોંચ્યા ત્યારે નળની પ્રથમ પત્ની રાણુ કનકાવલીએ ઘણાજ ઉલ્લાસ અને હર્ષ સાથે પતિનો અને દમયંતીને સત્કાર કર્યો. આ તરફ, ઈન્દ્રાદિદેવતાઓ માનવ લેકનાં તીર્થસ્થાનેનું પરિભ્રમણ કરતા કરતા લગભગ સવા મહિને સ્વર્ગ તરફ વિદાય થયા. માર્ગમાં સ્વર્ગગંગાના તટ પાસે તેઓએ આવી રહેલાં માનવ સ મુહના એક ટોળાને જોયું. એમાંના કેટલાક પાડા પર, કેટલાક ગધેડા પર, કેટલાક ભૂંડ પર એમ વિચિત્ર વાહનો પર બેઠા હતા અને નાચતા કૂદતા પગપાળા ચાલતા હતા. કેટલાક નિપ્રયોજન રડતા હતા. એ ટોળામાંના લેકેના ચહેરા અતિ ક્રર અને નિર્દયતાના પ્રતીક સમા હતા. ઈન્દ્રાદિદેવો આ વિચિત્ર જણાતી વણઝારને આશ્ચર્યભરી નજરે જોઈ રહ્યા...અને આ ટોળામાં એક સ્તુતિપાઠક જેવો લાગતો માણસ ટેળાને ઉદ્દેશીને ઉપદેશ આ પતે હતો. દેવગણોએ એ ઉપદેશ સાંભળે. તે કહેતા હતો - “તમે બધા અજ્ઞાનનો ત્યાગ કરીને અદ્દભુત જ્ઞાનના ભાગે આવી જાઓ અને કામદેવની આજ્ઞાને અનુસરે. આ સંસારમાં કામદેવ સમાન અન્ય કંઈ સત્ય નથી.. આ સત્ય સચરાચર જીવસૃષ્ટિમાં વ્યાપ્ત બનેલું છે....નાશ થઈ જનારે આ શરીરનું કાર્ય કરી લો. કામતૃપ્તિ એ જ કાયાની પ્રેરણા છે. યાદ રાખે, મૂર્ખાઓ ! મૃત્યુ થયા પછી આ વિશ્વમાં ફરી વાર કેઈ આવી શકતું નથી. સાગરમાં ડૂબી ગયેલા પથરાઓ શું ફરીવાર ઉપર આવી શકે છે ? નથી આવતા...નથી આવતા! નર-નારી એ જ પુરુષ અને પ્રકૃતિ છે.એમાં ભેદભાવ છેજ નહિ. એકજ જાતિ વચ્ચે વર્ણવ્યવસ્થા એ તો કેવળ પ્રપંચ છે...ઊંચનીચનાં વતું માત્ર ભ્રમજાળ છે . જેમ માનવેતર જાતિઓમાં કઈ ભેદ હતો નઈ તેમ, માનવજાતિમાં પણ કે ઈ ભેદ રહી શકતો નથી...જે એવા ભેદ કુદરતી હતી તે સૂર્યનું તેજ સહુને સમાન ભાવે મળી શકે નહિ. હે મુજને ! પાપપુણ્ય,