________________ નિષધપતિ પિતાનાં બંને ચરણ તરફ જ નજર કરે છે, સેવામાં મગ્ન બનીને પરિવારને પ્રસન્ન રાખે છે શિષ્ટ પુરુષોનો વિવેક સાચવે છે. પતિ પહેલાં પતે. સૂતી નથી અને પતિ જાગૃત થાય છે તે પહેલાં જાગી જાય છે.” જેનાં નયનમાંથી અવિરત અAઓ વહેતાં હતાં તે દમયંતી પ્તિાના ચરણમાં નમી પડી..કશું બોલી શકી નહિ. પણ પિ માની શિખામણ પિતાના હૈયે ઊતરી ગઈ છે એવા ભાવનું સૂચન કરતી હેય તેમ તેનાં આંસુ કૂલ બનીને પિતાને ચરણ ભળને ભીજવી રહ્યાં. માતાએ પુત્રીને હૈયા સરસી લીધી. દમયંતી કોઈ પણ ઉમે. રુદન રોકી શકતી નહતી... ત્યાં ઊભેલા તેના ત્રણેય ભાઈઓ પણ સજળ નયને બહેનને જોઈ રહ્યા હતા. પરિવારના અન્ય સભ્યો પણ રડી રહ્યા હતા. માતાએ રૂંધાતા સ્વરે કહ્યું : “દમુ નારીનું જીવતર એ કે મહાન તપશ્ચર્યા છે...તને હું કશું કહી શકતી નથી. માત્ર એટલું જ કહું છું...તારી તપશ્ચર્યા ભવિષ્યની જનતા માટે એક આદર્શ બની જાય એટલી જાગૃત રહેજે !' ત્યાર પછી દમયંતીએ પિતાના ત્રણેય ભાઈઓને હૈયાસરસ લીધા પરિવારના વડીલોને નમસ્કાર કર્યો, મંત્રીઓને નમન કર્યા રાજગુરુએ આશીર્વાદ આપ્યા અને દમયંતી રથમાં બેઠી. મહારાજ ભીમ અને અન્ય સભ્યો દમયંતીને ત્રણ પડાવ સુધી વળાવવા ગયા. ત્યાર પછી નિષધપતિની રજા લઈને સહુ સજળ નયને પાછા ફર્યા. પ્રવાસને આનંદ અપૂવ બનવા માંડયો અને મહારાજ નિષધપતિ સંસારના શ્રેષ્ઠ નારીરનને પિતાનું બનાવી નિષેધ નગરીના પાદરમાં પહોંચી ગયા. જનતાએ ઘણું જ ઉમળકા સાથે પોતાના રાજાને સત્કાર કર્યો,