________________ 186 નિષધપતિ. બધા રક્ષકે સજાગ બની ગયા. ઈદ્રાદિદેવ, દાનવ, ગંધર્વો, માનવરૂપ લઈને આવેલા નાગ જાતિના દે, વગેરે શિબિકામાંથી બહાર નીકળી રહેલી ચંદ્રકલાને પણ મહાત કરે એવી દમયંતીને સ્થિર ને નિહાળી રહ્યા. દેવોના મનમાં થયું, આવા રન વગરનું વર્ગ પણ સાવ શભાહીન જ છે. દેવતાઓનાં મન આ રીતે ચંચળ બની જતાં હોય તો માનવોની શી ગણતરી ? દરેક રાજા દ્રષ્ટિ દ્વારા દમયંતીના અજોડ રૂપનું રસપાન કરવા માંડયા. પ્રેક્ષક મહ પણ પિતાને ધન્ય માનવા લાગ્યો. ઓહ, જીવનમાં આવું રૂપ નિહાળવાનું સૌભાગ્ય પુણ્ય વગર પ્રાપ્ત થતું નથી. શિબિકામાંથી નીચે ઊતરેલી દમયંતીએ સહુ પ્રથમ પિતાનાં માતપિતાને નમન કર્યો. ત્યાર પછી ત્યાં ઊભેલાં દેવી સરસ્વતીને નમન કયી. પાંચ સખીઓથી વીંટળાઈને દમયંતી રત્નજડિત સુવર્ણના મંચ પર ચડી અને ચારે દિશાએ નાના કરીને ત્યાં બિછાવેલા તેજસ્વી આસન પર બેસી ગઈ. - કેટલાક રાજા આશાની પાંખે ઊડતા હતા... પરંતુ નવજવાન નળને જોઈને તેઓની પાંખો જાણે તૂટી ગઈ હતી. નળની હરીફાઈ કોઈથી થઈ શકશે નહિ એવી ભાવના મોટા ભાગના રાજાઓના હૈયામાં જાગૃત થઈ ચૂકી હતી. જ્યારે નળ પિતે પણ ભારે સંશયમાં પડ્યો હતો. ઈન્દ્ર મહારાજાએ અને અન્ય લોકપાલેએ નળનું જ રૂપ ધારણ કર્યું હતું.. આમ, એકના બદલે પાંચ નળ સ્વયંવર મંડપમાં બેઠા હતા.. દમયંતી કયા નળને માળા આરોપશે એ કપના કેઈથી થઈ શકતી નહતી. આમ, સ્વયંવર મંડપમાં ભાગ લેવા આવેલી કોઈ પણ