________________ પાણિગ્રહણ 191 પરંતુ થોડી પળ પછી જ દમયંતીએ મનથી કઈક નિર્ણય કર્યો અને મનમાં જ ધ્યાન ધરીને તેણે લેક પાને પ્રાર્થના કરી, રહે, મહાન લેપલે ! આપને મારાં નમન હે! હે દેવ, આપ આ કન્યા પ્રત્યે સુકોમળ બનીને મારી ઈચ્છાને અનુરૂપ બને ! હે લોકપાલ, આપ મારા માટે શરણરૂપ છો પૂજ્ય છે, મંગલમય છે. હું તે એક સામાન્ય માનવી છું...જેમ અન્નને ત્યાગ કરીને હવા વડે જીવી શકાય નહિ તેમ, હું જેને મનથી વરી ચૂકી છું તે નળ વગર જીવી શકું એમ નથી. આપ મારા પર દયા દર્શાવે!” આમ, લેકપાલની સ્તુતિ કરતાં દમયંતીએ મેહ અને પ્રેમરૂપી સાગરને પાર કરનાર નૌકા સમું જ્ઞાન પ્રાપ્ત કર્યું. નળને કેમ એળખે તે તેને આપે આપ સમજાયું. દેવ અને માનવ વચ્ચે એક તફાવત હોય જ છે. દેવ મટકું મારતા નથી અને માનવની પાંપણ અવારનવાર બિડાતી હોય છે. તેણે પાંચે ય નળને બરાબર જોયા અને તે નિષધપતિને ઓળખી ગઈ. માનવને રૂવાંડાં હોય છે, દેવને તે હેતાં નથી, દેવોને પરસેવો -વળે નહીં, તેના ચરણ ધરતીને અડકે નહીં. આ બધું વિચારીને તેણે નિરીક્ષણ કર્યું અને તે સાચા નળને બરાબર ઓળખી ગઈ. દેવી સરસ્વતી શાંત ભાવે ઊભાં હતાં. દમયંતીનું મન તેઓ -વાંચી ગયાં હતાં. દમયંતીએ દેવી શારદા તરફ નજર કરી... સર સ્વતીએ પ્રસન્ન સ્વરે કહ્યું : “સુંદરી, જેની કૃપાથી આ બધું બની રહ્યું છે તે કપાલે ત્રણે જગત માટે પૂજનીય છે. તેઓ પ્રત્યે તું ઉદાસીન કેમ છે! પ્રમાદ શા માટે દૂર કરતી નથી ?" આ રીતે પ્રેરણા મળતાં જ દમયંતી ચારેય જોકપાલનાં ચરણમાં નમી પડી ત્યાર પછી તેણે સખીના હાથમાં રહેલા થાળમાંથી દિવ્ય પુષ્પની માયા ઉઠાવી અને નિષધપતિ નળના કંઠમાં આરોપી.... દુંદુભિ વાગવા માંડયાં. શંખનાદ શરૂ થયો. વાદ્યો રણકી ઊઠયાં