________________ પાણિગ્રહણ ૧૪૯હદય કંપી ઊઠયું. શરમ, ભય, પ્રેમ, આશ્ચર્ય અને સાહસ જાણે રૂંધાવા માંડયાં. દમયંતીને સામે ઊભેલી જોઈને દ્રાદિ દેવો પણ ક્ષોભ પામી ગયા. બધાના મનમાં થયું. દેવી શારદા આ પાંચે ય સમરૂપ જણાતા રાજાઓનું વર્ણન કેવી રીતે કરશે ? ત્યાં તો ઈન્દ્ર તરફ નજર કરીને દેવી સરસ્વતીએ મધુર સ્વરે દમયંતીને કહ્યું: “હે પ્રિયદર્શની, તું મહાન ભાગ્યવતી છે કે તને પ્રાપ્ત કરવા મહારાજ ઈન્દ્ર પોતે પધારેલ છે...તેઓ વધારી હેવાથી કોઈ શત્રુ તેમની સામે ટકી શકતો નથી. વળી, સમરભૂમિ. પર રાજા વીરસેનને પ્રસન્ન કરનાર નળને તું વરુણરૂપે ધારજે તે પશ્ચિમ દિશાને સ્વામી છે. પુણ્યહીન જનોને શિક્ષા કરનાર અને મરણ શક્તિમાં અજોડ એવા અતિ દક્ષનળને તું ધર્મરાજ તરીકે ઓળખી લે...જે સદાયે ઉદ્યમી અને દુરાચાર રહિત છે, અસહ્ય તેજવાળા અને વિકસિત કમળ જેવા મુખવાળા નળને તું અગ્નિ તરીકે ઓળખી લે...જે દરેક દિશાઓનું રક્ષણ કરવાની શક્તિ રાખે છે.” દેને ન લાગે અને દમયંતી ભ્રમ ન સેવે એવા આશયને નજર સમક્ષ રાખીને દેવી સરસ્વતીએ કરેલા આ પરિચય–વર્ણનથી નિષધ પતિ નળમાં ચારેય લોકપાલોના ગુણે છે એમ દમયંતી સમજી ગઈ. ત્યાં તો દેવી સરસ્વતીએ નિષધપતિ નળને પરિચય આપતાં કહ્યું“કમલનયની દમયંતી, શું તું નળ રાજાને નથી ઓળખી શકતી? શું તે એના વિષે કશું સાંભળ્યું નથી? આજે પૃથ્વી પર નળ જે અન્ય કોઈ રાજા છે નહિ. કારણ કે ઈન્દ્ર, વરુણ, અગ્નિ અને યમ આ ચારેય દેવો દેહ વડે નળનું અનુકરણ કરી રહ્યા છે.' આ વર્ણન સાંભળીને દમયંતીએ પાંચેય નળ સામે જોયું.. પાંચેય સમાન હતા. એક રૂવાંડાને પણ ફરક નહતા...તે ભારે