________________ પાણિગ્રહણ 187 વ્યક્તિ દમયંતી પિતાને વરમાળા અર્પશે એવો દ્રઢ નિશ્ચય કરી શકતી નહોતી. ખરેખર આ વિશ્વમાં કોઈ જીવ સર્વ વાતે સુખી નથી હોતે. ખાસ કરીને સંસારમાં રમતો જીવ, ધનવાન થવું એ પણ સર્વ વાતનું સુખ નથી. કારણ કે કંગાલો ધનવાનની ઈર્ષા કરતા હોય છે અને ધનવાનો શઠ લેકાથી ડરતા હોય છે ...વળી, જ્યાં ધન હોય છે ત્યાં રાજભય અને ચરભય પડેલે જ હોય છે. એ જ રીતે, કોઈ પણ ઈચ્છા તૃપ્ત થવા છતાં એની પાછળ અતૃપ્તિને ચિનગારી પડેલી જ હોય છે. પિતાને સર્વ વાતે સુખી માનનારા રાજાઓ અને દેવે દમયં. તીને જોઈને ભારે 25 ભાવ અનુભવી રહ્યા હતા...કામવશ બની રહ્યા હતા. સહુને એમ થતું કે દમયંતી વગરનું સુખ એ માત્ર એક વિરાટ બોજ છે ! દમયંતીના મંચ પાસે ઊભા રહેલા રાજપુરોહિતે ઈશારો કર્યો એટલે ત્યાં ઊભેલા ચાર સેવકોએ શંખધ્વનિ કર્યો. અને મહારાજા દેવી સરસ્વતી કર કમળમાં શ્વેત પુષ્પને એક હાર મૂક્યો. દેવી સરસ્વતી મંચ ઉપર ગયા અને મધુર છતાં પ્રભાવશાલી સ્વરે બોલ્યાં, ત્રિભુવનરૂપી આવાસના સ્થંભ સમાન દેવગણો, યજ્ઞ ગણે, અસુરે અને રાજાઓ ! સમગ્ર સંસારમાં જેની જોડ નથી એવા મહારાજ ભીમરાજની લાડલી કયા સુશ્રી દમયંતી આજ સ્વયંવરા બનીને આપ સવ સમક્ષ આવેલ છે. દમયંતીના હૃદય સિંહાસન પર આપ સવમાંથી એક જ વ્યક્તિને સ્થાન મળવાનું છે અને સ્થાન જેને મળશે તે સંસારનો શ્રેષ્ઠ ભાગ્યવંત ગણાશે.” સહુએ હર્ષધ્વનિ કર્યો. દેવી સરસ્વતીએ દમયંતી સામે જોઈને કહ્યુંઃ “દમયંતી, * હવે તું મારી પાછળ પાછળ આવ. હું તને નિષ્પક્ષ ભાવે સહુનો પરિચય આપીશ.”