________________ પ્રકરણ 20 મું : : પાણિગ્રહણ વયંવર મંડપમાં દેવી સરસ્વતી પધારેલાં જઈને સહુએ જયનાદ બોલાવ્યો. મહારાજ ભીમ પણ આ બધા રાજાઓને પરિચય કેણું આપશે. એની ચિ તા સેવી રહ્યા હતા. દેવી સરસ્વતીએ રાજા સામે જોઈને કહ્યું, “વૈદભીના પિતા, ચિંતા કરવાનું કેઈ કારણ નથી. અત્રે પધારેલા રાજાઓને પરિચય હું જ તારી પુત્રીને આપીશ. તું મને તારા સ્વજનરૂપે જ માનજે.' રાજાએ ભાવભર્યા હૈયે દેવી સરસ્વતીને નમસ્કાર કર્યો અને ત્યાર પછી સેનાને એક દંડ દેવી સરસ્વતીને અર્પણ કર્યો સ્વયં વરમાં ભાગ લેવા આવેલ રાજાઓને કુળ પરિચય આપનારે આવો દંડ હાથમાં રાખવું જોઈએ એવી પ્રથા પ્રચલિત હતી. એ જ વખતે તુરી-ભેરી, શરણાઈ, દામાં, કાંસ્યવાદ્યો. વગેરે ગજવા માં યાં. મેઘ જેવો ગંભીર છતાં મન-મુકરને નચાવનારે આ વિનિ દમયંતીના આગમનનું સુચન કરતો હતો. બધાની નજર મંડપના મુખ્ય તરણદ્ધાર તરફ ગઈ ..અને ડી જ વારમાં સૂર્યસમા તેજસ્વી રત્નનાં જડતરવાળી એક શિબિકા અને કેટલીક નવયુવતી સખાઓ-પરિચારિકાઓનું જૂથ પ્રવેશદ્વારમાં દાખલ થયું. શિબિકામાં બેઠેલી દમયંતીની રૂ૫સજની અનેખી હતી... સભામંડપની દક્ષિણે આવેલા મંચ પાસે શિબિકા મૂકવામાં આવી.