________________ "184 નિષધપતિ સંભવિત દેખાતું હતું. તેના મનમાં થયું ખરેખર દમયંતી પુણ્યશાલિની અને ભાગ્યવતી છે. નહિ તે આટઆટલા રાજાઓ અને દેવો આવે જ કેવી રીતે? પરંતુ આ બધાને પરિચય આપો કઈ રીતે ? બધા રાજાઓ આવી ગયા હતા... વિવિધ વાદ્યોને મધુર સ્વર પ્રસારિત થઈ રહ્યો હતો અને સહુનાં મનરંજન માટે નાટય પ્રવેગને પણ પ્રારંભ થઈ ગયો. આમ છતાં રાજા ભીમની એક ચિંતા એવી ને એવી રહી. આ બધા રાજાઓનો પરિચય આપનાર ઉત્તમ વ્યક્તિ માંથી પ્રાપ્ત થાય? ચારેય જોકપાલે રાજા ભીમની ચિંતા જાણી ગયા અને તેઓએ જ દેવી સરસ્વતીની મન વડે પ્રાર્થના કરીઃ “જેમ સાગર પર વરસતાં વાદળાંઓ નિષ્ફળ જાય છે તેમ, આપના સિવાય કોઈ પણ સ્વયંવરમાં ઉપસ્થિત થયેલા રાજાદિઓનું વર્ણન કરેશે તો તેનું પરિણામ સારું નહિ આવે. હે દેવી, તમે હંમેશાં દેવનાં સહાયક રહ્યાં છે તે આ પ્રસંગે અવશ્ય પધારે. અને અભૂતપૂર્વ સભામાં આપનો પ્રકાશ વેર, હે પરમેશ્વરી, આવી દિવ્ય સભામાં આપના સિવાય કોઈ બેલવાને સમર્થ નથી. વળી, અમે અહીં આશા સાથે જ આવ્યા છીએ. તે દમયંતીને આપ સિવાય કોઈ સમજાવી શકશે નહિ...માટે અમારાં સહાયક બનવાની કૃપા કરે ! હે મંગલમયી આપ દેવોની પ્રાર્થનાને સાકાર કરી અવશ્ય પધારે અને રાજા ભીમની ચિંતા પણ દૂર કરો.” દેવોની આ વિનંતી સ્વીકારીને દેવી સરસ્વતીના મનમાં થયું, આ અવસર ઘણો જ ઉચિત છે. આમ વિચારી ચંદ્રકલાની માફક પિતાની ઉજજવળ દેડકાંતિની પ્રકાશધારા ફરમાવતી અને તવસ્ત્રોથી અતિ મનોહર જણાતાં દેવી સરસ્વતી કપૂરલતાની માફક આવી પહોંચ્યાં.