________________ 182 નિષધપતિ આવી પહોંચ્યું. - રાજા ભીમે નળને ભાવપૂર્વક સત્કાર કર્યો અને નળનું રૂપ નિહાળીને સમગ્ર સભા ચકિત બની ગઈ. પ્રેક્ષક સમૂહમાંથી તે નળરાજાને જયકાર ગુંજવા માંડ્યો. બ્રહ્માજી અદ્રશ્યપણે મંડપની બહાર જ ઊભા રહ્યા હતા.... તેઓ માત્ર આ અદિતીય સ્વયંવર નિહાળવા આવ્યા હતા. ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીના હૃદયમાં દર્દ થાય એમ માનીને નહોતા આવ્યા. અર્ધનારીશ્વર ભગવાન શંકર પણ નહેતા પધાર્યા... ઈન્દ્રાદિ ચારેય લેકલેએ અદશ્ય રહીને એક નિશ્ચય કર્યો. વરુણે કહ્યું: “દમયંતી નળમાં જ આશાકૃત છે અને નળ જે તેજવી નવજવાન રાજા આ મંડપમાં બીજો એક પણ નથી. એટલે દમયંતી. નળને જ વરમાળા આરોપશે એમ લાગે છે.' અગ્નિદેવે કહ્યું: “બરાબર છે. મને પણ એમ જ લાગે છે... મારું તો એવું કથન છે કે દમયંતીની આશાને ત્યાગ કરીને આપણે ચાલ્યા જઈએ અથવા અશયપણે રહીને આ ઉત્સવ નિહાળીએ.” ઈન્દ્ર કહ્યું “આમ નિરાશ થયે કેમ ચાલે? આપણે આવ્યા છીએ દમયંતી જેવી અપૂર્વ સુંદરીને પ્રાપ્ત કરવા. એ માટે આપણે નળને દેવદૂત બનાવ્યા. નળે પ્રયત્ન કરવામાં જરાય કચાશ નહોતી રાખી. તેણે અદ્ભુત મોબળ ધારણ કર્યું હતું. છતાં નળ દમયંતીને સમજાવવામાં કામયાબ થઈ શક્યો. નથી...એટલે આપણે એક ન જ માર્ગ અપનાવીએ.' ત્રણેય લેકપાલ ઈન્દ્ર સામે જોઈ રહ્યા. ઈન્ડે કહ્યું: “દમયંતી નળમાં રંગાયેલી છે. નળને જ ચાહે છે અને નળને જ પિતાને, પતિ માની રહી છે, આ તો બરાબર છે ને ?" ધર્મરાજા બે કહ્યું: “હા...” તે આપણે ચારેય જણ નળનું જ રૂપ ધારણ કરીને બેસીએ.”