________________ 180 નિષધપતિ સખી કેશિનીએ કહ્યું : “રાજકુમારી, તારા અંતરની આશા. હવે જરૂર સફળ થશે, એમાં મને કોઈ સ શય નથી. પ્રિયદર્શિની, સવારે જાગીને તારે તૈયારી કરવાની છે. એટલે નિદ્રાધીન થવું ખૂબ જ જરૂરી છે. એમ જ થયું. સખીઓને સાથે લઈને પિતાના શયનગૃહમાં ગઈ. બધી સખીઓ પણ વિદાય લઈ પોતપોતાની શયા તરફ ગઈ. આવતી કાલના સૂર્યોદયને હવે કયાં સમય લાગવાને હવે પરંતુ માનવીનું ચિત્ત જ્યારે તૃપ્તિને સંતેષ અનુભવે છે ત્યારે તેની સામે અનેક મધુર કલ્પનાઓ જાગૃત થતી રહે છે. આવી મધુર ક૯૫નાની ચાદરમાં છુપાયેલી દમયંતી ઘેડી જ વારે નિદ્રાધીન થઈ ગઈ. આ તરફ દેવદૂતનું કાર્ય કરીને મનથી શ્રમિત થયેલે નળ પણ અને નિત્ય નિયમાનુસાર નળના વૈતાલિકવૃંદે પ્રાતઃકાળના મંગલમય સમીર સાથેબિરદાવલી શરૂ કરી. આ બિરદાવલીને આશય કેવળ ગુણકથન નહતો પરંતુ રાજાને જાગૃત કરી તેનાં કાર્યોને. નિર્દેશ કરવાને પણ હતું અને ગુણેની, સદાચારની અને વ્રતની, ઝાંખી કરાવી એમાં સ્થિર રહેવાનું સૂચન કરવાનો પણ હતો. નનાં મેટાં રાજ્યમાં વૈતાલિકાનાં વંદો રાખવામાં આવતાં હતાં અને તેઓ સદાય પોતાના રાજાને ભાવસંગીત વડે જાગૃત રાખવાનું કાર્ય કરતાં રહેતાં. વૈતાલિકોની વાણી સાંભળીને નળ શયામાંથી બેઠો થઈ ગયો. આજ સ્વયંવર મંડપમાં જવાનું હોવાથી તરત પ્રાત:કાર્યમાં પ્રવૃત્ત થયે અને સ્નાનાદિથી નિવૃત્ત થઈ, શ્રીજિનપૂજન કરી, દાનધારા વહાવી તે પિતાના ખાસ ખંડમાં ગયો. જ્યાં ઉત્તમ પરિચાર અને પરિચારિકાઓ વસ્ત્રાભૂષણ ધારણ કરાવવા તેની રાહ જોતાં ઊભાં હતાં.