________________ 178 નિષધપતી શક્ય નથી. તે વગત બેલતો હેય તેવા ભાવે બેલ્યો. ઓહ, મેં મારી જાતને શા માટે પ્રગટ કરી ? ન મારાથી દેવનું કાર્ય થયું કે ન હું દમયંતીને વેદનામાંથી નિવારી શકો. ખરેખર, હું પિતે જ છેતરાયો છું...ઈન્દ્રના મનમાં મારા માટે શું થશે? પણ ના એ મને દોષ નહિ આપી શકે. અનુચિત કાર્ય સંપનારા આ લેપાલને મારે હવે કઈ રીતે રિઝવવા ? આમ કહીને નળ ગંભીર વિચારમાં પડી ગયો. દમયંતીના પ્રાણને ખાતરી થઈ કે આ નવજવાન પોતે જ મારો પ્રિય નળ છે. તે આસન પરથી ઊડીને નળ પાસે આવી. તેને વદને પરનું તેજ પુનઃ પ્રકાશી ઊઠયું. બરાબર આ સમયે આકાશમાર્ગેથી આશ્ચર્યસમ બાલચંદ્ર હંસ ખંડમાં આવી પહોંચ્યો. પોતાને મળેલા શાપનું હવે નિવારણ થશે એ આશાએ તેને ચહેરો અતિ પ્રસન્ન બની ગયો હતો “જય... જય...” શબ્દ બેલ બાલચંદ્ર નળ અને દમયંતી સામે ઊભો રહી ગયા. બધી સખીઓ હંસને જોઈને આશ્રયચકિત બની ગઈ.. આવી રીતે આ હંસ ક્યાંથી અને કેવી રીતે આવ્યો હશે ? બાલચે હર્ષભર્યા મધુર સ્વરે કહ્યું: “રાજન, જેમ માલતીની વલને તુષાગ્નિ દઝાડે છે, તેમ તે અકારણ રાજકન્યા દમયંતીને દઝાડેલ છે, સૌમ્ય આકૃતિવાળા નળ, તારું હૃદય ખરેખર નિર્દય જણાય છે. કારણ કે કેમળ એવા કમળની નાળ કઠિન જ હોય છે.' ત્યાર પછી દમયંતી સામે જોઈને કહ્યું : “હે વૈદભ, તારે નળના કથનથી જરાયે ગભરાવાનું નથી. કારણ કે વાણીમાં કઠિનતા ધારણ કરવી એ દૂતને ધમ હેય છે. ઇન્દ્રાદિદે બલપૂર્વક કોઈ પણ કાર્ય કરતા જ નથી. સ્ત્રીઓનું અપહરણ કરવું એ તે અસુરોનું કામ છે તું જરાયે ચિંતા ન કરીશ.” નળે બાલચંદ સામે જોયું. તે કંઈ પણ પ્રશ્ન કરે તે પહેલાં જ