________________ નિષધપતિ. પણ થાય છે. મને લાગે છે કે મંત્રતંત્રને સહારે લઈને રાજા નળે તને વશ કરી છે. જે એમ ન હોય તે, તારા જેવી ગુણવતી અને હિતાહિત સમજનારી કન્યાને ઈન્દ્રને ત્યાગ કરીને નળ પ્રત્યે પ્રીતિ કયાંથી પ્રગટે ? મેં કહ્યું તેમ, જો તું આત્મહત્યાનો ભાગ લઈશ તે. દેવોને કંઈ કલંક લાગવાનું નથી. અથવા તેઓને પસ્તા કરવાનું પણ કારણ નથી. દેવોને દીન પ્રાણીઓ પ્રત્યે દયાભાવ હેય નહ. પિતા પર કુદી પડતા પતંગિયા પર શું દીપકને દયા હોય છે? જે રીતે સાગરમાં ડૂબતા વહાણને કઈ શરણ હેતું નથી તેમ, લેપાલથી ગભરાયેલાઓને આ સંસારમાં આશ્રયનું કોઈ સ્થાન મળતું નથી. તું આત્મહત્યા કરવાનો પ્રયાસ કરીશ તે શું તને ઈન્દ્ર મહારાજ નહિ ઉઠાવી જાય એમ માને છે? તું અગ્નિ ભક્ષણ કરીશ તો તારે તારી જાતને અગ્નિ દેવના ખોળે જ મુકવી પડશે અને અગ્નિ દેવ પોતે જ તને આશ્રય આપશે. હે કમલાક્ષી, તું કદાચ જળમાં કુદીને આત્મહત્યા કરીશ તે વરુણ પિતે જ તને ઝીલી લેશે અને અન્ય કોઈ ઉપાયે તું તારા જીવનને અંત લાવવાને ઉપકમ કરીશ તે તારે યમરાજને શરણે જવું પડશે. આમ, ગમે તે પણ તું લેપાલના હાથમાં જ પડવાની છે. એટલે મારી વાત માન્ય રાખીને તું નળને ત્યાગ કર અને કોઈ પણ દિપાલને હર્ષપૂર્વક સ્વીકાર કર. નળ પ્રત્યે તારો જે કંઈ ભાવ છે, તે કેવળ મોહ છે. કારણ કે નળને તું પૂર્વે કદી મળી નથી તેમ, નળ પણ તને મળ્યો નથી. એટલે આવા મોહને નષ્ટ કરીને તું સ્વર્ગના ભોગ ભોગવવા તૈયાર થા. જે તું મારી આ વિનતીને સર્વકાર નહિ કરે તે પ્રથમ હું પિતે જ તારે દ્વેષી છું એમ માની લેજે !" નળના આ શબ્દ સાંભળીને દમયંતીની કાયા પ્રવેદથી ભીંજાઈ ગઈ. તેનું મન વિકળ બની ગયું. તેનાં અંગે ધ્રુજવા માંડયાં... તેની બુદ્ધિ જાણે શુન્ય બની ગઈ.