________________ રેવદૂત 175 શકું. આ મારે અંતિમ નિર્ણય છે. - દમયંતીને અંતિમ નિર્ણય સાંભળીને નળ પિતાના કાર્યમાં નિષ્ફળ બન્યું હોય તેમ અનુભવવા માંડયો...આમ છતાં, તેનું હૃદય દમયંતીની શ્રદ્ધા નિહાળીને અતિ પ્રસન બની ગયું. નળના મનમાં થયું... આ પૃથ્વી પીઠ પર દમયંતી જેવી કઈ સ્ત્રી નહિ હોય, જેણે ઈન્દ્રાદિ દેને લક્ષ્યમાં લીધા વગર પિતાના હૃદયમાં વસેલાને જ સમર્પણ કરવાનો નિરધાર કર્યો હોય! દમયંતીના આવા નિર્ણયને કેવી રીતે કેળવ, એ પ્રશ્ન નળ માટે ભારે કઠિન બની ગયો. તે દમયંતી સાથે સ્થિર નજરે જોતો ઊભો રહ્યો. દમયંતીની બધી સખીઓ નળ સામે સ્થિર નજરે નિહાળી રહી હતી. પ્રકરણ 19 મું: : દેવદૂત ! [2] -ળના હૈયાને દમયંતીની વાત બરાબર મથી રહી હતી, પરંતુ પોતે કપાલેના દૂત રૂપે આવ્યો હતો...નળરૂપે નહિ. તેનું કર્તવ્ય એક જ હતું કે, ગમે તે રૂપે વાણી દ્વારા દમયંતીના મનમાં ચારમાંથી કઈ પણ એક લોકપાલને પરણવાની ઊર્મિ જાગૃત કરવી. અત્યાર સુધી લોકપાલનાં ગુણગાન ગાવામાં તેણે જરાયે કચાશ નહોતી રાખી. કર્તવ્ય ખાતર તે પિતાના મનભાવને પણ વીસરી ગયો હતો અને ક્ષણ પૂરતી ઊભી થતી નબળાઈને મને બળ વડે જ દાબી દે. વિચારમગ્ન બનેલા નળે દમયંતીને અન્ય દ્રષ્ટિએ વાત કરીને વાળવાને પ્રયત્ન કરવાનો મનથી નિર્ણય કર્યો. તેણે અતિ મધુર સ્વરે કહ્યું : સુશ્રી રાજકુમારી, તારી વાત સાંભળીને ભારે નવાઈ સાથે દુઃખ