________________ દેવા ! [2] તે તે સભાખંડમાં પાંચ નળ દેખાશે.” “એમાં શું વાંધો? દમયંતી અવશ્ય ભુલાવામાં પડશે અને આપણું ચારમાંથી ગમે તેના કંઠમાં વરમાળા પશે. ઈન્ડે કહ્યું. ઈન્દ્રની આ લુચ્ચાઈભરી જન સહુને ગમી ગઈ...અને તેઓ પોતાના સ્વરૂપનું પરિવર્તન કરીને સ્વયંવર મંડપમાં દાખલ થયા. | સ્વયંવર મંડપમાં એક હરોળમાં દેવતાઓ માટે રાખી હતી... રાજા ભમે વિચાર્યું હતું કે, આવા મંગલમય પ્રસંગે દેવતાઓ અવશ્ય યંવર નિહાળવા આવશે. ચારેય લોકપાલે આગલી હરોળમાં નળના જ સ્વરૂપે બેસી ગયા. કિન્નરો, ગાંધર્વો અને દાનવો પણ આવ્યા હતા... કઈ પ્રેક્ષકરૂપે, તે કોઈ પ્રાપ્તિની આશાએ. શ્રીકૃત્રાંગ પ્રદેશની પેલી પાર રહેતા દાનનો રાજા પણ આવ્યો હત...દમયંતીને પ્રાપ્ત કરવાની આશા સાથે. અને તેણે માયાથી પિતાનું રૂપ એક તેજસ્વી અને અતિસશક્ત નવજવાન જેવું કર્યું હતું. મહાત્મા નારદજી પણ આવ્યા હતા અને અદ્રશ્ય ભાવે જ આ બધું જોતા હતા. ચારેય દેવોને નળના સ્વરૂપમાં જેઈને નારદજી મનથી આછું હસ્યા.. પરંતુ સભામાં તે ભારે આશ્ચર્ય ફેલાઈ ગયું હતું. એક જ રૂપના પાંચ નળ... આ ભારે ચમત્કાર કહેવાય...! રાજા ભીમ પણ ભારે સંશયમાં પડયો હતો... પસંદગીનો પ્રશ્ન ભારે મુશ્કેલીમાં મુકાશે ! પણ રાજાને ખ્યાલ નહેતો કે દમયંતી નળને મનથી વરી ચૂકી છે અને બંને પરસ્પર પ્રેમરજજુથી બંધાયેલાં છે. સ્વયંવર મંડપની શોભા નિહાળીને રાજા ભીમને આનંદ થત હતો. આ રીતે દેવ, દાનવ, ગાંધર્વ, કિન્નર, વગેરે સ્વયંવરમાં આવે એ એક આશ્ચર્ય હતું. છતાં આજ અસંભવિત ગણાતું આંખ સામે