________________ 190 નિષધપતિ સંશયમાં પડી ગઈ..આ પાંચમાં નિષધપતિ કોણ હશે? ઓહ, હવે શું કરવું? દેવી સરસ્વતીએ કહ્યું : “હે સુનયના, તું સ્થિર કેમ બની ગઈ છે ? સુંદર, ધર્મના જ્ઞાતા અને શકિતમાન એવા જોકપાલ (રાજા)ને તું શા માટે વરમાળ પ્રદાન કરતી નથી ? જે તું તેને સ્વામી તરીકે નહિ સ્વીકારે તો આ પૃથ્વી પર તારે સ્વામી થવાને અન્ય પણ યોગ્ય છે? લજજાને ત્યાગ કરીને તું સ્વામીને સ્વીકારી લે એટલે સજજને પ્રસન્ન થાય.” પણ દમયંતી ભારે સંશયમાં પડી ગઈ હતી. આ પાંચમાં નળ કોણ અને લેકપાલ કોણ એ નક્કી થઈ શકતું નહોતું. દેવી સરસ્વતીએ કરેલા ભેદયુક્ત વર્ણનથી દમયંતી કિશો નિર્ણય કરી શકી નહિ...તે કોઈને નમી પણ નહિ અને ત્યાં ને ત્યાં ઊભી રહી. તેના મનમાં થયું, પ્રથમ તે નળ એક જ હતો અને પાંચ થઈ ગયા... આમ, ચાર છદ્મવેશી છે... કઈ પરખાતા નથી. શું કરવું ? ગઈ રાતે જ મેં નળને જયા તે. નયન-મન અને અંતરની નજરે નિહાળ્યા છે...પણ અત્યારે આ શું થઈ ગયું? શું મને દ્રષ્ટિવિભ્રમ થયો હશે ? ચાર કપાલેએ નળનું રૂપ શા માટે ધારણ કર્યું હશે ? મારે વરમાળા કોને પહેરાવવી ? હું મનથી તળને વરી ચૂકી છું અને કદાચ અન્યના કંઠમાં વરમાળા અપાઈ જાય તે શું કરવું ? મારી સખી મારફત જાણવા ઈચ્છું તે તરત દેવો સાથે કલહ થાય અને પરિણામ ભારે વિષમ આવે. શું કરવું...મારે શું કરવું ? મનમાં આવા વિચારો વચ્ચે અટવાયેલી દમયંતી કંઈક અસ્વસ્થ જણાતાં તેના માતાપિતા પણ ભારે નિરાશ બની ગયાં. અન્ય દે. - રાજાઓ, યક્ષો અને પ્રેક્ષકો પણ અવાક બનીને સ્થિર નજરે દમયંતી સામે જોઈ રહ્યા.