________________ દેવદૂત 17 શકાય નહિ. વીર પુરુષના મ્યાનમાં તલવાર રહી શકે નહિ. ગગનમાં બે સૂર્યબિંબ સાથે દેખાતાં નથી...અને મુખમાં પણ બે જ રહેતી નથી. બે દેવદૂત, બંને તરફ અણીવાળી સેય તંતુને કદી પકડી -ધારી શકતી નથી. શું કોઈ પણ વ્યક્તિ એકી સાથે બે ભાગ પર વિચરી શકે? દેવ અને મનુષ્ય એવા બે સ્વામી શું ઉચિત ગણાય? હે દૂત, મેં મારું સર્વસ્વ મહાતેજસ્વી નિષધનાથને જ અર્પણ કરેલ છે... એક વાર અપાયેલી વસ્તુ બીજાને આપવી તે મોટામાં મોટો દેષ છે. કપાલે પ્રત્યે મારા હૃદયમાં ભક્તિ છે..મારામાં કોઈ પ્રત્યે રોષ નથી, કે કઈ પ્રકારની તૃષ્ણા નથી. મહારાજા નળ સિવાય હું અન્ય કેઈને પતિ તરીકે સ્વીકારી શકું તેમ નથી. હે દેવદૂત, નળરાજાને હું પાંચમા લેપાલ જ માનું છું અને એમનામાં ઈન્દ્રાદિ લેપાલે બિરાજે છે... હે દૂત, આવતી કાલે સવારે સ્વયંવર મંડપમાં નિષધપતિને વરમાળા આરોપવાનો મારે નિશ્ચય છે. હવે આપ મને લેકપાલને સંદેશ સંભળાવશો નહિ... મારા પર દયા કરે... ક્રોધરહિત બની મારી ભાવનાને સમજે. થોડા સમય પહેલાં જ હંસ દ્વારા દેરાયેલી આકૃતિને મેં સ્વામરૂપે સ્વીકારેલ છે. તે આકૃતિ નળરાજાની હતી.... આપના જેવી જ હતી.' કેશિની દ્વારા દમયંતીને ભાવ સાંભળીને નળ ખૂબ જ પ્રસ થશે. પરંતુ તે કપાલેનું જ કાર્ય કરવા આવ્યો હતો એટલે મનમાં કોઈ પ્રકારની નબળાઈ ન પ્રવેશે તેટલે સાવધ રહીને પ્રસન્ન મધુર સ્વરે બેલ્યો; “હે સુંદરી, તારા જેવી ચતુર અને જ્ઞાનમયી કન્યાએ સારાસારનો વિવેક જાણવો જોઈએ. માટીના ઢેફામાં અને રત્નમાં જેટલો તફાવત છે તેટલે જ તફાવત માનવ અને દેવમાં છે. હે દમયંતી, દેવ અને મનુષ્યને સંગમ અશક્ય છે એવો ભ્રમતું દૂર કરજે પૂર્વે આવું બને જ છે અને શાસ્ત્રમાં તે વાત આવે છે.