________________ ૧૭ર નિષધપતિ તારું મન રાતું હૈય તે તેને સ્વીકારી લે. ધર્મ પ્રત્યે અસાધારણ મમત્વવાળા ધર્મરાજ પણ ઉત્તમ છે. અને સમુદ્રના સ્વામી વરુણ પણ ઉત્તમ હૃદયવાળા છે...આ ચારમાંથી તને જે યોગ્ય લાગે તેને તું સ્વીકાર કર.” વારંવાર લેપાલના ગુણ સાંભળીને દમયંતી અકળાઈ ગઈ હતી. તેણે પોતાની પ્રિય સખી કેશિનીના કાનમાં કેઈ ન સાંભળે તે રીતે થોડી પળે પર્યત કંઈક કહ્યું ત્યાર પછી નીચી નજરે જોતી છે ઊભી રહી અને કેશિનીએ નળ સામે જોઈ મૃદુમધુર સ્વરે કહ્યું, હે મહાબાહુ, રાજકુમારી દમયંતી પિતાને જવાબ મારા દ્વારા આપવા માગે છે તે આપ સાંભળ ..તરવને સમજનારા દે શું કઈ પરસ્ત્રી પ્રત્યે આસક્ત બને ખરા? એક પતિવ્રતવાળી હું તે કામપીડિત લેકપાલને કંઈ રીતે સ્વીકારી શકું ? જ્ઞાનીઓ અને સજજનેએ જે ધમને ઈષ્ટ માન્યો છે, તે ધમ જે રોષે ભરાય તે વિશ્વમાં પ્રલય મચાવી મૂકે. હે દૂત, ઈન્દ્ર કરતાં યે શ્રેષ્ઠ અને ગુણવાન એવા નળરાજાને મનથી મેં મારા સ્વામી તરીકે સ્વીકાર્યા છે ..એ નિષધનાથ સ્વયંવરમાં ભાગ લેવા આજે જ અહીં પધારેલ છે અને મારા પ્રત્યે ખૂબ જ પ્રીતિ રાખે છે. અંતરની પ્રીતિના રંગથી શોભા પામેલા એમના જ પાઠવેલા અલંકારો મે ધારણ કર્યા છે. આવા સ્વામીથી બેવફા બનવું તે શું આર્ય નારીને આચાર હોઈ શકે? ઉતમ વંશની કન્યાને કુલાચાર સંભવી શકે? કૃષ્ણપક્ષમાં ક્ષીણ થયેલે ચંદ્ર શુકલ પક્ષમાં પૂર્ણતાને પામે છે..વેરાઈ ગયેલે પારદ પણ એકત્ર થઈ શકે છે. પરં સિંહણ સમી મારી જહવા અન્ય કશું કહી શકતી નથી. અર્થાત નળ સિવાય હું કોઈને વરી શકું નહિ. લોકપાલેને માનવલેજની નારીના હૃદયને પરિચય હેત તે તેઓ આવી દુષ્ટ ઈછા કદી કરત નહિ. વ્યવહારની નજરે પણ એક થાંભલે બે મદેન્મત્ત હાથીઓને બાંધી