________________ દેવદૂત ! [2] 1ce હિંસે કહ્યું : “રાજન દેવદૂત તરીકેનું કાર્ય બજાવવામાં તે જરાય ખામી રાખી નથી. હવે તું મને વેદનાથી દુઃખી થયેલી તારી પ્રિયતમા સામે જે.વિરહથી દગ્ધ થયેલી દમયંતીને તેં વધારે દગ્ધ કરી છે... -હવે તારે વિરમવું જોઈએ. જેનું હૃદય કોમળ છે તેની સાથે કેમળતાથી વર્તવું જોઈએ અને કઠેર સામે કઠેર થવું જોઈએ. ભ્રમર લાકડાને કોરી નાંખે છે, પરંતુ કમળ ફૂલને જરાયે ઈજા પહોંચાડતા નથી. હે નળ, હવે તું દમયંતીના દિલને દર્દી ન આપ... આવતી કાલે સવારે સ્વયંવર મંડપમાં ભલે દેવ આવે..દમયંતીને પિતાના ભાગ્યને અજમાવી લેવા દે. મારા હૃદયની ભાવના છે કે આવતી કાલે યંવર મંડપમાં તમારા બંનેનું મંગલ થાઓ.” આટલું કહીને હંસ બાલચંદ્ર ગવાક્ષ માર્ગેથી ચાલ્યો ગયો... નળ અને દમયંતી બંને આશ્ચર્યવિમૂઢ બનીને સ્વર્ગના આ હંસદેવને જોઈ રહ્યાં. બંને એટલાં અભિભૂત બની ગયાં હતાં કે હંસને કશું કહી પણ ન શક્યાં. દેવદૂત તરીકે આવનાર નળ પિતે જ છે એ વાતની દમયંતીને હંસના કથનથી સોએ સો ટકા ખાતરી થઈ ગઈ. તેણે નળ સામે એ હાથ જોડીને નમન કર્યું. પિતાના મનમાં ધારેલા નળનું ભાવપૂજન કર્યું. ત્યાર પછી નળ આવતી કાલે સવારે સ્વયંવર મંડપમાં મળવાનું જણાવીને વિદાય થયો. અદ્રશ્ય બનીને ચાલ્યો ગયો. દમયંતીની સમગ્ર વેદના જાણે થોડી જ પળમાં નષ્ટ થઈ ગઈ હતી. તેની સખીઓ પણ ભારે હર્ષ માં આવી ગઈ હતી. દમયંતીએ આનંદભર્યા સ્વરે પિતાની સખીઓ સામે જોઈને કહ્યું : આજ હું ત્રિભુવનની સ્વામિની બની ગઈ... મારા જેવી પુણ્યવતી નારી કેઈ નહિ હોય...કારણ કે આજ મારા મનના દેવ પોતે જ મારે આંગણે આવ્યા...એમને જોઈને હું તપ્ત બની, ધન્ય બની