________________ દેવદૂત - 17 સજજન પુરુષો અન્યને સદબુદ્ધિ જ આપતા હોય છે. આપ મને માર્ગ દશન આપજો.” આટલું કહીને દમયંતી શાંત ભાવે ઊભી રહી. તેના. મનમાં તો સ્પષ્ટ થઈ જ ગયું હતું કે દેવદૂત બનીને આવેલ અન્ય કઈ નહિ, પણ નળરાજ પિતે જ છે.. દમયંતીના ઉત્તથી પ્રભાવિત થયેલે નળ પ્રસન્ન સ્વરે પિતાના કર્તવ્ય માર્ગ પર અટલ રહીને બે : “રાજકુમારી, હું મહાન લોકપાલને દૂત છું એટલે તારા કહેવા પ્રમાણે હું તે મહાપુરુષોને તેઓના વિચારમાંથી રોકી ન શકું તે સ્વાભાવિક છે. ઈન્દ્રાદિ કપાલ તારા પ્રત્યે રાગાધીન બન્યા છે, અને તું એ મહાપુરુષો પ્રત્યે ઉદાસીન બની હેય તેમ લાગે છે...ખરેખર, મારા માટે આ એક આશ્ચર્ય છે. સંસારમાં સ્વર્ગના સુખની ઈચ્છા કે માનવી ન રાખે! એક માનવસ્ત્રી દેવાનું સુખ ન ઈચ્છે એવી વાત તે મેં તારા મોઢે જ સાંભળી. પ્રાપ્ત થયેલા નિધિનો અસ્વીકાર કરવો એ ઉચિત કેમ કહી શકાય? તું દેવને સ્વામી તરીકે સ્વીકારે એથી તારા કુળમાં કલંક લાગવાને કઈ સંભવ નથી. મેરુ પર્વત પર પહોંચી ગયેલ વ્યક્તિને એમ કેમ કહી શકાય કે તે નીચે રહેલ છે ! હે રાજદુલારી, તારા પ્રભાવથી અકુલીન માનવી પણ કુલીન બની જાય એમાં કોઈ સંશય નથી. ઘણી વાર ઉત્તમ પુરુષો પ્રેમને આધીન બનીને સામાન્ય વ્યક્તિને સ્વીકારે છે, જેવી રીતે ચંદ્ર અનુરાગના કારણે મૃગને પિતાના ઉછરંગમાં સ્થાન આપ્યું છે. તું કુમારિકા છો. સ્વયંવરમાં આમેય તું કોઈ સામાન્ય પુરુષને જ વરમાળા આપવાની છે, પછી લોકપાલે તને ઈચ્છતા હોય તો તારે શા માટે અન્ય વિચાર કરવો જોઈએ? લેપાલે કંઈ અલ્પ શકિતવાળા નથી...મહાન અને સમર્થ છે. એમાંથી કોઈ એકને સ્વીકારવામાં તારી કુળ પરંપરાને વધારે ગૌરવ પ્રાપ્ત થશે મારી સલાહ તું સ્વીકારે તે મેઘના સ્વામી અને ઐરાવત હાથીના વાહનવાળા સર્વશ્રેષ્ઠ ઈન્દ્રને જ તું સ્વીકારી લે...મહાતેજવી અગ્નિદેવ પ્રત્યે