________________ નિષધપતિ હે સુંદર નેત્રવાળી, તારે દરેક દ્રષ્ટિએ વિચાર કરવો જ જોઈએ. તારા ઈન્કારથી જે લોકપાલે ક્રોધાયમાન થશે તે શું તારે સ્વયંવર શક્ય બનશે? યમરાજ કન્યાપક્ષમાંથી એકાદ વ્યક્તિનું મૃત્યુ ઉપજાવશે તે સ્વયંવર આપોઆપ સ્થગિત થઈ જશે . અથવા તો લોકપાલે કોપાયમાન બનીને સ્વયંવર માટે આવેલા સઘળા રાજાઓને નષ્ટ કરી નાખશે. શું તારે તારા સ્વયંવર મંડપને રાજાઓની વધ ભૂમિમાં પલટી નાખવો છે? ચારે ય કપાલે રોષે ભરાય તે સારાયે વિશ્વ પર ભારે આપત્તિ આવી પડે...માટે તું દીર્ઘ દ્રષ્ટિથી વિચાર કરીને તારે નિર્ણય ફેરવી લે...એમાં જ તારું કલ્યાણ છે.” નળના આ શબ્દો સાંભળીને તેજસિવની દમયંતીએ સ્થિર ગંભીર સ્વરે કહ્યું : હે દેવદૂત આપે જે કહ્યું તે બરાબર છે. એમાં આપને કેઈ દોષ હું જેત નથી અને દેવોની શક્તિ કેવી છે તે પણ હું બરાબર સમજું છું. દેવો અજિત છે એમાં મને કોઈ સંશય નથી પરંતુ એક સત્ય આપે સમજી લેવું જોઈએ કે માનવ લેકની નારી સ્વર્ગના સુખ કરતાં યે પિતાના ધર્મને, કર્તવ્યને અને આદર્શને મહાન માનતી રહી છે. આ રાષ્ટ્રનારી એ દ્રષ્ટિએ જ શ્રેષ્ઠ અને પ્રેરણાદાયિની છે. હે મહાબાહુ, પ્રીતિનું ઉગમસ્થાન હૃદય છે. અને આર્ય નારીનું હૃદય જ્યાં ઢળ્યું હોય ત્યાંથી તેને કઈ વાળવા સમર્થ નથી. આપ કહે તેમ કપાલે આનષ્ટ ઊભું કરે અથવા યંવર મંડપને રકતના સાગરમાં ફેરવી નાખે તે પણ મારા અંતરમાં રહેલે નળ પ્રત્યેનો પ્રેમ જરાયે ખંડિત નહિ બને ! મહારાજ વીરસેનના પુત્ર સિવાય મારું હૃદય અન્ય કઈ તરફ ઢળી શકે એમ નથી... અને જે મહાવિનાશનું આપે સૂચન કર્યું છે તે મહાવિનાશને અટકાવવો તે પણ મારા હાથની વાત છે. સ્વયંવર મંડપ વધસ્થાનમાં ફેરવાય તે પહેલાં જ હું મારા પ્રાણ ત્યાગ કરીશ પરંતુ મારા હૃદયમાં અન્ય કોઈ પુરુષને સ્થાન નહિ જ આપી