________________ રાજ્યાભિષેક મહામંત્રીએ એક આસન પર બેઠક લેતાં કહ્યું, “શી આજ્ઞા છે, મહારાજ ?' મહારાજા વીરસેને મહામંત્રી સામે જોઈને કહ્યું, “મંત્રીશ્વર, આપ તે ધર્મના જ્ઞાની છે. જ્ઞાની અને તેજસ્વી પણ છે..આપે મારું એક કાર્ય કરવાનું છે.” * “કૃપાનાથ, આપે બાંધેલી ભૂમિકા સાંભળીને મને લાગે છે કે આપ કોઈ ગંભીર પ્રશ્ન...” વચ્ચે જ મહારાજાએ કહ્યું : “મંત્રીશ્વર, એ કઈ ગંભીર પ્રશ્ન નથી. સહજ અને આવશ્યક પ્રશ્ન છેઆપ તે જોઈ શકયા છે કે પ્રજાની રક્ષાનું કાર્ય કરતાં કરતાં મારા ઘણે કાળ વીતી ગયો છે. જીવનના ઉત્તર કાળને પ્રારંભ થઈ ગયા છે અને મારે મારા કલ્યાણનું અર્થાત્ આત્મ સાધનાનું કાર્ય કરવું જોઈએ.” મહારાજ...” “શું આપને આ આવશ્યક કાર્ય નથી લાગતું.” લાગે છે. પરંતુ હજુ યુવરાજ...' વચ્ચે જ મહારાજા વીરસેને કહ્યું : “મંત્રીશ્વર, નળ નવજુવાન છે. ધનુર્વિદ્યામાં નિષ્ણાત છે, મહા પરાક્રમી છે અને સ્વભાવમાં દરેક દ્રષ્ટિએ ઉત્તમ છે. વળી, પ્રજા પ્રત્યે ઉદાર છે, રાજકાર્યમાં પ્રવીણ છે. એટલે આ વિશાળ રાજ્યને ભાર વહન કરવાની એનામાં શક્તિ છે. તે તે જવાબદારી ઉઠાવીને મને મુક્તિ આપે એ રીતે આપ એને સમજાવો.” સાલંકાયને મહારાજાના ભવ્ય વદન સામે જોઈને કહ્યું, “ભલે મહારાજ, હું આપની આજ્ઞાનું પાલન કરીને યુવરાજશ્રીને અવશ્ય સમજાવીશ.” આ કાર્યમાં વિલંબ ન થવો જોઈએ નળની માતા પણ સંમત થયાં છે...”