________________ તીર્થસ્થળની મર્યાદા...... નિદ્રાધીન થઈ ગયો હતો.” દેવી સરસ્વતી આછું હસ્યાં અને બેલ્યાં. “સમકલા પણ તારી હતી. હતી.. બાલચંદ્ર, આ પવિત્ર સ્થળની મર્યાદા તા રાખવી જ જોઈએ, તું કંઈ માનવ લેકનો હંસ નથી . દેવ.” લે છે... કામરાગમાં ડૂબેલે માનવી પણ સ્થળની પવિત્રતાને ખ્યાલ રાખતે જ હેય છે..તું તે દેવકને હંસ છે. આવા મહાન તીર્થસ્થળની મર્યાદાને પણ ખ્યાલ ન રાખી શક્યા ?" બાલચંદ્ર નીચું જોઈને ઊભો રહ્યો...પિતાના હાથે ભૂલ થઈ ગઈ છે એ વાત તેને સમજાઈ હતી. પરંતુ ઘણા દિવસે પ્રિયાનાં દર્શન થયાં હતાં. પ્રિયતમાના મિલન વખતે તે સઘળું વિસરી ગયો હતો. બાલચંદ્રને મૌન જોઈને દેવી સરસ્વતીએ એવા ને એવા શાંત સ્વરે કહ્યું. “બાલચંદ્ર, હું સમજું છું કે પ્રાણી માત્ર કામજે છરથી ઝકડાયેલો હોય છે. તને યાદ છે. આગળ પણ તે આવી જ ભૂલ કરી હતી ? " ક્ષમા માગું છું...” તે દિવસે પણ તેં ક્ષમાયાચના કરી હતી. બાલચંદ્ર, કાર્યરત દશામાં કે માથે જવાબદારી હોય ત્યારે પ્રમાદી બનવું એ મેટામાં મોટું દૂષણ છે...અને તીર્થભૂમિ પર કામેન્મત્ત બનવું, રતિક્રીડામાં મગ્ન રહેવું એ મહાન પાપ છે. મને લાગે છે કે શિક્ષા વગર સાચી દ્રષ્ટિ તને સાંપડશે નહિ.” “મહાદેવી...” વિનમ્ર સ્વરે બાલચંદ્રઓલી ઊઠે. દેવી સરસ્વત એ એવા ને એવા શાંત અને સ્વસ્થ રવરે કહ્યું, બાલચંદ્ર, તું મારા માટે શ્રેષ્ઠ વાહન છે. એમાં કઈ સંશય નથી. પરંતુ તારે આવો દોષ સહી લે એ હવે ઉચિત નથી. એટલે હું તને શિક્ષા કરું છું કે સ્વર્ગની ભૂમિ પરથી તારો વાસ પૃથ્વી પર થાઓ.”