________________ નિષધપતિ બાલચંદ્ર તુરત બોલી ઊઠ. “મહાદેવી, મને ક્ષમા કરો. આપ ઉદાર ચિત્ત છે. હું એક બાળક છું. આપ સમાં મહાજ્ઞાની પાસે રહેવા છતાં હું આજ અંધ બની ગયો હતો...મા, મને ક્ષમા કરો.... આપની સેવાથી વંચિત ન કરો.” કાર્તિદેવીએ કહ્યું, “મહાદેવી, બાલચંદ્ર પ્રત્યે કૃપાદ્રષ્ટિ રાખો.” દૂર ઊભેલા બધા હંસ પરિવારો ભારે વેદના અનુભવી રહ્યા હતા. સહુ દેવી સરસ્વતીની પ્રાર્થના કરવા માંડયા. બાલચંદ્રનાં નયને સજળ બની ગયાં. દેવી સરસ્વતીએ બાલચંદ્ર સામે જોઈને પ્રસન્ન સ્વરે કહ્યું, બાલચંદ્ર, તારી ભૂલ તને સમજાઈ એ જાણીને મને હર્ષ થયા.. પરંતુ તું જાણે છે કે મારી વાણી મિથ્યા થતી નથી. તારે માનવ લેકમાં તે જવું જ પડશે. ત્યાં જઈને દેવ, દાનવ અને માનવને આશ્ચર્યમાં મૂકી દે એવું કંઈ કાર્ય તું કરીશ ત્યારે મારા શાપથી મુકત બનીશ. તું પુનઃસ્વર્ગમાં આવી શકીશ.એ વખતે હું તારે અવશ્ય સ્વીકાર કરીશ.” આટલું કહીને દેવી સરસ્વતીએ હંસના ટોળામાંથી એક અન્ય હંસને લાવ્યો અને એના પર બેઠક લઈને અન્ય દેવીઓ સાથે આકાશ માર્ગે ગમન કર્યું. આ અભિશાપથી મકલા ભારે વેદના ભેગવી રહી હતી. તે પણ સમજી શકી હતી કે, તીર્થસ્થળની મર્યાદાને ભગ થયો છે ... અને આ એક અક્ષમ્ય અપરાધ છે. પરંતુ મેહની માયાજાળ જ્ઞાનીને પણ થાપ આપી દેતી હોય છે. બાલચંદ્ર પત્ની પાસે આવ્યા. પત્નીએ કહ્યું. “સ્વામી.” "પ્રિયે, દેવી સરસ્વતીએ જે શિક્ષા આપી છે તે જોગવવી જ પડશે. તેઓ કદી કોઈ શાપ આપતાં જ નથી... છતાં આપણે વક કર્મના દોષે એમના મુખમાંથી શાપ નીકળી ગયો છે....એ