________________ 154 નિષધપતિ તરત યમરાજે કહ્યું, “અગ્નિદેવ, તમે આવો વિચાર ન કરે... મહાપ્રતાપી નળ જે કાર્ય ગ્રહણ કરે છે તે કાર્યમાં સફળતા જ પ્રાપ્ત કરે છે. " ત્યાર પછી નળરાજા સામે જોઈને કહ્યું : “રાજન, તારા નામ માત્રથી કાર્ય સિધ્ધ થતું હોય તે તું તે જાય ત્યારે તે સંશયનું કોઈ કારણ જ કયાંથી રહે ? હે રાજેન્દ્ર, તું નિર્ભય બનીને જા. નબળા વિચારો દૂર કર. દમયતી પ્રત્યેને મેહ પાછો ઠેલી દેઅને અમર કીર્તિરૂપી માંતાને પ્રાપ્ત કરવામાં પ્રયત્નશીલ થા. આમ તે, આ જીવન ચંચળ છે. ક્ષણ માત્રમાં અનેક વાર આવે છે ને જાય છે... પ્રાણીઓનું જીવિત ધર્માધીન હોવાથી ધર્મનું આચરણ કરવામાં પલભરને વિલંબ કઈ કરી શકે? યાચકની માગણી પ્રત્યે જે ઉપેક્ષાભાવ રાખે છે અથવા હર્ષિત નથી બનતે તે માનવી સમગ્ર કલંકનું સ્થાન બને છે. તું કઈ પ્રકારને સંશય રાખ્યા વગર દેવકાર્ય કરવા તત્પર થા... હે નળ, દમયંતી પાસે જતાં તું ઈચ્છીશ ત્યારે અદ્રશ્ય બની શકીશ. અદ્રશ્ય થવાની શક્તિ પ્રાપ્ત થતાં તને કેાઈ. રક્ષક કે માનવી જોઈ શકશે નહિ.” કેવું અશકય કાર્ય ! જે દમયંતી પ્રત્યે મહિનાઓથી પ્રેમભાવ કેળવ્યો છે. જેની કલ્પનાબી મનમાં અંકિત કરી છે, જેની વિરહ. વ્યથામાં અને રાત્રિઓ પસાર થઈ છે. અને જે રાજકન્યાએ માત્ર મારી આકૃતિ જ જોઈને મને વરવાનો નિશ્ચય કર્યો છે. આવા પ્રેમભાવને કેવી રીતે દેહ દઈ શકાય? જેને મળવાની મનમાં તીવ્ર આકાંક્ષા રમી રહી છે તેની પાસે જઈને દૂતકાર્ય કેવી રીતે શકય બનશે ? કેવું અશકય કાર્ય! નળને વિચારમગ્ન બનેલા જોઈ ઈન્દ્ર મહારાજાએ કહ્યું કે રાજન, મન પર જય પ્રાપ્ત થઈ શકતું નથી?' મન પર વિજ્ય મેળો દેવા માટે પણ અશક્ય છે....