________________ 160 નિષધપતિ ઈચ્છાને સ તેષવા તેની સમક્ષ આવીને દરેકે દાસીનું યેગ્યા ઉપહાર વડે સન્માન કર્યું અને ત્યાર પછી નળ પોતાના સેનાપતિ, મંત્રીઓ, પિતાની સાથેના રાજાઓ, વગેરે વચ્ચે ભેજન કરવા બેઠો. ભોજનાદિથી નિવૃત્ત થયા બાદ થોડી વાર વિશ્રામ લઈને નળે. મુંજ નામના પિતાને મંત્રી સાથે દમયંતીને ભેટ આપવા માટે રત્નાભરણને એક દાબડ મેક ...મુંજ મંત્રીની કોઈ રોકટોક ન કરે એટલા ખાતર રાજા ભીમને મંત્રી પુષ્કરાક્ષ પણ સાથે ગયો. દમયંતી આજ ખૂબ જ ઉલાસમયી બની ગઈ હતી. નળ મહારાજના આગમનના સમાચાર સાંભળી તેના ચિત્તની સર્વ વ્યથા જાણે વિદાય લઈ ચૂકી હતી અને એ વ્યથાનું સ્થાન તલસાટે લઈ લીધું હતું. પુષ્કરાક્ષ સાથે ગયેલા મુંજ મંત્રીએ દમયંતીના સુંદર અને ઉત્તમ ભવનમાં આદરભર્યો સત્કાર મેળવ્યો. ત્યાર પછી દમયંતીની મુખ્ય પરિચારિકાને મહારાજા નળદેવે પાઠવેલી ભેટ રજુ કરી. મુખ્ય. પરિચારિકાએ બને મંત્રીઓને એક ખંડમાં બેસાડીને નળરાજા તરફથી આવેલા સુવર્ણ ડબ્બે રાજકન્યા સમક્ષ જઈને અર્પણ કર્યો અને વિગતથી માહિતી આપી. દાબડે જોઈને જાણે નળ પોતે જ આવ્યો હોય એટલે હર્ષ દમયંતીનાં નયનેમાં નાચી ઊઠયો. તેણે દાબડ . દાબડામાં શ્રેષ્ઠ રનોથી ઝળહળતા કેટલાક અલંકાર હતા. દમયંતીના મનમાં નળના હસ્તસ્પર્શથી મય બનેલા અલંકાર ધારણ કરવાની તીવ્ર ઈચ્છા થઈ અને તે દાબડો લઈને તરત એક પરિચારિકા સાથે વસ્ત્રખંડમાં ગઈ. ત્યાં એક તરફ ગોઠવેલા વિશાળ દર્પણ સામે ઊભી. રહીને દમયંતીએ પ્રિયતમના ભેટરૂપે આવેલા અલંકાર એક થાળમાં સજાવટપૂર્વક મૂક્યા અને પરિચારિકાને પોતે પહેરેલા અલંકારે ઉતારી લેવાની આજ્ઞા કરી.