________________ 168 નિષધપતિ અપૂર્વ બની ગઈ છે. પરંતુ આપે આપનો પરિચય તે ન જ આપો.” નળે દમયંતી સામે જોઈને કહ્યું: “રાજકુમારી, ચારેય લોકપાલે તારાં રૂપ, ગુણ અને યૌવન પ્રત્યે આકર્ષિત બની ગયા છે. આ ચારેય મહાપુરુષે સ્વર્ગના મહાન દે છે. સ્વર્ગમાં એમની પાસે જે સમૃદ્ધિ છે તે મહાન પુણ્યના ફળ સમી છે. સ્વર્ગનું સુખ અકલ્પનિય હેાય છે. આ ચારેય મહાપુરુષો તારા પ્રત્યે મુગ્ધ બન્યા છે. કારણ કે સ્વર્ગમાં પણ તારા જેવા રૂપિયૌવનથી સમૃદ્ધ બનેલી કોઈ નારી છે જ નહિ. એટલે હું એ કહેવા આવ્યો છું કે, સ્વર્ગનાં સુખથી સમૃદ્ધ બનવા માટે તું ચાર લેપાલમાંથી ગમે તે એકને પસંદ કરજે. એમ કરીશ તે તારું જીવન ધન્ય બનશે, તારું યૌવન અમર બનશે અને તારી કીતિ સમગ્ર વિશ્વમાં વ્યાપ્ત થશે. કારણ કે ત્રણેય લેકમાં તારા જેવું શ્રેષ્ઠ નારીરત્ન છે નહિ. એથી જ ચારેય લેકપાલ તને પ્રાપ્ત કરવા ઈચ્છે છે. એટલે ચારમાંથી ગમે તે એક કપાલ, જે તારાં નેત્રોને પ્રિય જણાય તેને તું વરમાળા પહેરાવજે. ઈન્દ્ર મહારાજ, સમગ્ર દેવતાઓમાં શ્રેષ્ઠ અને જગપ્રસિદ્ધ છે.યમરાજ સર્વના જીવિતના સ્વામી છે. અગ્નિ પિતે ભંડારરૂપ છે અને વરુણ સૌમ્ય શીતળ છે.. તારા મનને જે રોગ્ય લાગે તેને તું તારી જીવન–સહચર બનાવીને ધન્ય થજે.” નળના આ શબ્દો સાંભળીને દમયંતી વિચારમાં પડી ગઈ. બે પળ પછી તેણે નળ સામે વેધક દ્રષ્ટિ કરીને કહ્યું: “હે દેવદૂત ! આવાં વચન બેલતા અને દેવી સરસ્વતીએ નકકી કરેલા મનનું ગૌરવ ન રાખતા આપનું નામ અને પરિચય જાણવા ઇચ્છતી હતી. ત્યાં તે હાથીની સ્નાનક્રિયા જેવી સ્વછંદ વાણી આપે વહેતી કરી...! આપે સાવ યથ વાણીવિલાસ જ કર્યો. આપના નામને સાંભળવા ઈચ્છતી મને બીજું સંભળાવવાને શું અર્થ ? જળપાનની