________________ દેવદૂત હદયમાં જાણે પંચશરને પ્રહાર થઈ રહ્યો હતે કર્તવ્ય નજર સમક્ષ રાખીને મનમાં જાગેલી મધુર ઊર્મિઓને નળ પરાણે કચડવાનો પ્રયત્ન કરી રહ્યો હતો તે અતિ સૌમ્ય સ્વરે બોલ્યો : “પ્રથમ તો આપ સર્વની હું ક્ષમા માગી લઉં છું...કે મેં આપના વિદમાં આ રીતે એકાએક આવીને વિક્ષેપ ઊભો કર્યો. પરંતુ એક મહત્વના કાર્ય નિમિત્તો આવ્યો છું. એટલે...” દમયંતી નળને જોઈને ખૂબ જ પ્રસન્નમુગ્ધ બની ગઈ હતી. તે મૃદુ મંજુલ સ્વરે બેલી, “મારાં નેત્રને ધન્ય બનાવનાર, પ્રાણથી પણ પૂજ્ય અને નૂતન થિરૂપ એવા આપનું હું સ્વાગત કરું છું. સંસારના લેકેને નેત્રનું આપનારા હે અતિથિ, એક કન્યાના આયારથી તે આપ અજ્ઞાત નહિ જ હે..પ્રથમ દર્શને જ અમારાં ચિત્તને વશ કરનાર એવા આપ આસન પર ન બિરાજતાં દૂર કેમ ઊભા રહ્યા છે? આપને પરિચય આપવામાં કુપણુતા કેમ દાખવો છે? હું ને મારી સખીઓ આપને નિહાળીને ખરેખર આશ્ચર્યવિમૂઢ બન્યાં છીએ. કોઈ પણ પુરુષને અહીં આવવું તે ભારે કઠિન છે. સશસ્ત્ર રક્ષકો પણ આપને જોઈને પિતાનું ભાન ભૂલી ગયા હશે એમ જ મને લાગે છે...ખરેખર, કામદેવને પણ શરમાવે એવું આપનું સ્વરૂપ જોઈને હું ને મારી સખીઓ પણ ધન્ય બનવા છતાં બ્રમમાં આવી પડયાં છીએ....” - હે સુંદરી, હું તારી સામે દૂત બનીને આવ્યો છું. મારા નિમિરો કોઈ વિકની જરૂર નથીમારું દૂતત્વ સફળ થશે તો મને ખૂબ જ માન મળ્યું છે એટલે સંતેષ થશે. હે અતિથિવત્સલ રાજકન્યા વિદભી! ઈન્દ્ર, યમ, વરુણ અને અગ્નિ એ ચારેય લોકપાલને દૂત બનીને આવ્યો છું. પ્રથમ તે હું તારા અને તારી સખીઓના કુશળ પૂછું છું.' 5. એક સખી બેલી ઊઠીઃ આપને જોઈને અમારી કુશળતા