________________ દમયંતીના આવાસમાં ગયું હોય એમ લાગે છે! એહ! એહ, મારે શું કરવું ? મારા પ્રત્યેને તેને આ પ્રેમભાવ જાણ્યા પછી મારાથી દયે કેવી રીતે રાખી શકાશે? આ રૂપવિભાવ અને આ પવિત્ર હૃદયને જોયા પછી હું દૂતનું કાર્ય કેવી રીતે કરી શકીશ? ઓહ, નબળાઈઓ દૂર થાઓ ! દૂર થાઓ ! ! આપેલા વચનના પાલન ખાતર કદાચ મારે ઈન્દ્રનું કાર્ય પૂરું કરીને આત્મહત્યા કરવી પડે તે ભલે...હસતાં હસતાં હું તને ઝીલી લઈશ...! પણ મારે વચનપાલનની મર્યાદા તો રાખવી જ પડશે ! આમ, નળરાજા વિચારતો હતો ત્યાં વીણું જેવા મધુર સ્વરે દમયંતી બેલી ઊઠી : “પ્રમદા, મારું વામાંગ કેમ ફરકે છે?” એ તે અતિ શુભ કહેવાય ! કદાચ આપના પ્રિયતમ આપને મળવા આવી ગયા હોય ! " પ્રમદા બોલી, બીજી સખીએ કહ્યું “સખી, માનવકને કામદેવ તે આ ભવનમાં કયાંથી આવે ? પરંતુ વામાંગ ફરકવાથી અવશ્ય આપતી મનેચ્છા પૂરી થશે...” નળ ધ્રુજી ઊઠો હતે હવે શું કરવું ? ગમે તે થાઓ ! મારે મારું કાર્ય કરવું જોઈએ..ક્ષત્રિય પિતાના નિશ્ચયને વેપાર કદી કરતા નથી. મારે હવે રાજકન્યા સામે પ્રગટ થઈને દૂતનું કાર્ય કરવું જ જોઈએ. પ્રકરણ 18 મું : : દેવદૂત ! દમયંતીનું રૂપ-યૌવન નિહાળીને નળ પિતાનું ભાન ભૂલી ગયો હતો, છતાં કઠેર કર્તવ્ય તેને વારંવાર જાગૃત કરી