________________ 163 દમયંતીના આવાસમાં ખંડમાં નજર કરીને જોતાં જ તે અવાક બની ગયે. ખંડની મધ્યમાં જ એક આસન પર દમયંતી બેઠી હતી. તેની આસપાસ પ્રિય સખીઓ અને પરિચારિકાઓનું વૃંદ બેઠું હતું. ખંડમાં સે સે દીપકની ચાર માલિકાઓ પ્રકાશ વેરતી શેભી રહી હતી. ખંડના દ્વાર પાસે ચાર રક્ષિકાઓ ખુલ્લી તરવાર સાથે ઊભી હતી. નળ ખંડમાં દાખલ થયો અને દ્વાર પાછળના ખૂણામાં ઊભો રહી ગયે. એ વખતે એક સખી દમયંતીને કહી રહી હતી દમયંતી, આજ તે તારે આનંદનો દિવસ છે. મહિનાઓથી જેની વાટ જોતી હતી... તે તારે પ્રિયતમ આવી પહોંચે છે.” બીજી સખીએ કહ્યું: “નિષધપતિને નિહાળવા આજ કોણ ગયું હતું?” ચારપાંચ સખીઓએ કહ્યું: “હું, હું...” તે વાત તો કરે...મારે જેવા જવું હતું પણ જરા મેડી પડી...નિષધનાથ ભોજન કરવા ચાલ્યા ગયા હતા.” સારું થયું કે, તે નળને ન જોયા.” જોઈને તું ત્યાં ને ત્યાં જ ચકરી ખાઈ જાત...કામદેવના રૂપની વાતો ઘણું સાંભળી છે. પરંતુ નળ કામદેવ કરતાં યે અનેક ગણ સુંદર અને તેજસ્વી છે...” બીજીએ કહ્યું. દમયંતી ધ્યાનથી આ વાત સાંભળી રહી હતી. એક વ્યંગપ્રિય સખીએ તરત કહ્યું: “કેરી, ચિંતા ન કર.કાલે સવારે જ તું તાર ચંદ્રનું વદન જોઈ શકીશ.તારા આરાધ્ય પ્રાણવલભનાં નયને જોઈને અસ્થિર ન બની જતી...” નળના કાનમાં આ વાત જતી હતી... પરંતુ તેનાં નયને