________________ 164 નિષધપતિ દમયંતીને જ નિહાળી રહ્યાં હતાં. તેના મનમાં થયું...આ રૂપવતીનું વર્ણન કરવા કોઈ શક્તિમાન નથી. હંસે કરેલું વર્ણન કે ભિક્ષા કરેલું વર્ણન જાણે લાખમાં ભાગનું જ લાગે છે ! આ રૂપ તો મન અને વાણીના સમજનારા બૃહસ્પતિ પણ સહેલાઈથી ક૯પી શકે નહિ. હે ઈન્દ્ર મહારાજ, આપે મને માત્ર એક કાર્ય નથી સોંપ્યું. પણ વજન પ્રહાર કરીને મારા હૈયાના ચૂરેચૂરા કરી નાખ્યા છે...મારી ભાવના, આશા અને અરમાનના ભુક્કા બોલાવી દીધા છે...! હે કપાલે, આ કરતાં તે આપે મને બાળી નાખ્યા હતા તે વધારે સારું થાત ! હવે શું કરવું ? ના..ના... ના નબળાઈ ખંખેરીને મારે મારું કાર્ય કરવું જ જોઈએ. કરી રહ્યો હતો. દમયંતીને કેશ પાશ સાચાં મોતીઓ વડે શોભતો હતે. જાણે આ ત્રીલેકય સુંદરીએ વાસુકી નાગને નાથીને બાંગ્યો ન હોય ! અરે, આ તે મેં ઉપહાર સ્વરૂપે પાઠવેલ રત્નહાર લાગે છે... આ બાજુબંધ પણ...આ મુદ્રિકાઓ, આ દામિની...! હું આ શું જોઈ રહ્યો છું ? શું તેણે મારા ઉપહારને જ.. વિચાર કરતાં નળ ધ્રુજી ઊઠયો... વળતી જ પળે તેના ચિત્તમાં થયું...નહિ, મારે મનને નબળું ન પડવા દેવું જોઈએ... મન...!! સંસારની અનેક વિપત્તિઓ અને સમૃદ્ધિમાં મન સિવાય કોણ હોય છે? મનને કોણ નાથી શકે છેભગવાન શંકર સમા મહાયોગી પણ ભીક ડીને જોઈને ચંચળ બની ગયા હતા. આ તે મારા મનમાં વસેલી પ્રિયતમા છે...એના મનમાં હું વસી ચૂક્યો છું. અત્યારે તે પિતાની સખીઓ વચ્ચે બેસીને મારાં જ રૂપગુણની ચર્ચા સાંભળવામાં વિભોર બની ગઈ છે. એનું પ્રત્યેક અંગ જાણે પુલકિત બની