________________ 12 “નિષધપતિ તરફ જવાની તૈયારીમાં પડશે. તેણે મુંજ મંત્રી પાસેથી એ ભવનના માર્ગની માહિતી મેળવી લીધી હતી....બહુ દૂર નહતું... રાજભવનના વિરાટ ઉપવનના એક ભાગમાં જ આવ્યું હતું. ઈન્દ્રના કાર્યથી કોઈને વાકેફ કરવા તેને ઉચિત ન લાગ્યું...એટલે પિતાના મિત્ર સમાન મહામત્રી શ્રુતશીલને પણ તેણે કંઈ ન જણાવ્યું અને ઉપવનમાં ફરવાના બહાને તે ધીરે ધીરે બહાર નીકળી ગયો. થોડી જ વારમાં તે રાજ ભવનના મુખ્ય પ્રવેશદ્વાર પાસે આવી પહેશે. મુખ્ય દ્વાર પાસે વીસેક રક્ષકે ખુલ્લી તલવાર સાથે ઊભા હતા અને રથો, વાહનો તેમ જ માણસેની અવરજવર પણ ખૂબ હતી. નળે ઈન્ડે આપેલી અદ્રશ્ય વિદ્યાનું સ્મરણ કર્યું અને તે પણ પ્રવેશ દ્વારમાં દાખલ થયો. - હજી રાત્રિને પ્રથમ પ્રહર પૂરે નહેતો થયે. જમણે હાથ તરફ દમયંતીને મહેલ હતો અને એ તરફથી મધુર સંગીત આવી રહ્યું હોય તેમ જણાતું હતું..... નળ અદ્રશ્ય હતો એટલે તેને કોઈ જોઈ શકે તેમ નહોતું.મહેલ પાસે આવતાં જ તે ચમકે... ચારે દિશાએ દીપમાલિકાઓ પ્રકાશ વેરી રહી હતી...સેંકડે રક્ષકે ખુલ્લી તરવારે પહેરો ભરતા ઊભા હતા અને મહેલના મુખ્ય દ્વાર પર પણ દાસદાસી એની આવજા દેખાતી હતી. નળને બીજે તે કઈ ભય નહોતે તે કોઈથી ભટકાઈ ન એટલી કાળજી સાથે મહેલમાં દાખલ થઈ ગયો. ત્રણ ભૂમિને મહેલ હતો..પહેલી ભૂમિ પર દમયંતી નહતી.... નળ બીજી ભૂમિ પર ગયે..ત્યાં પણ દમયંત ' હેવાનાં લક્ષણો ન મળ્યાં...એટલે તે ત્રીજી ભૂમિ પર ગયે એક વિશાળ ખંડમાંથી હાસ પરિહાસને કલેલધ્વનિ નળના કાન પર અથડાયો...એ ખંડમાં જ દમયંતી મળશે એમ માનીને તે ખંડના દ્વાર પાસે ગયો.