________________ મયંતીના આવાસમાં થોડી જ વારમાં દમયંતી નળે ભેટ આપેલા અલંકા વડે અલંકૃત થઈ ગઈ...અને દર્પણમાં જોતાં જ તેનું મન અતિ પ્રસન થઈ ગયું. ઓહ, મનના માનેલા સ્વામીના સ્પર્શથી પ્રેમરૂપ બનેલા અલંકારે કેટલા દિવ્ય, સુંદર અને તેજસ્વી લાગે છે દમયંતીએ પ્રસન્ન સ્વરે દાસીને કહ્યું: “આ શુકનવંતો ઉપહાર લાવનારને એક રનમાળા વડે સત્કાજે. અને નિષધપતિના કુશળ પૂછજે. જી..” કહીને દાસી ચાલી ગઈ. મુંજ જ્યારે ઉતારે પાછા આવ્યા ત્યારે નળ તેની આતુરતાભરી નજરે રાહ જેતે ઊભો હતો. મુંજે નળને પ્રણામ કરીને રાજકન્યાએ પૂછેલા કુશળ સમાચારની વાત કહી. નળના *વામાં થયું... ઓહ, જીવનમાં આવી કપરી પળો શા માટે આવતી હશે ? મેં તો નિષધપતિ તરીકે ઓપચારિક ભાવે ઉપહાર મોકલ્યો હતો. પ્રિયતમરૂપે નહિ... છતાં દમયંતીએ તે મારા ઉપહારને પ્રિયતમને જ ઉપહાર માનીને સત્કાર્યો લાગે છે. હવે શું કરવું ? નહિ. સંશય કે નબળાઈને કોઈ સ્થાન નથી. જે કાયમેં સ્વીકાર્યું છે તે મારે પ્રમાણિકપણે જ કરવું જોઈએ. આમ વિચારી નળ રાત્રિકાળની રાહ જોવા માંડયો. પણ આજ તે એકલે રહી શકે ને મનને સમજાવવા માટે એકાંત મેળવી શકે એવી સ્થિતિ તેના માટે રહી નહતી. નગરીના ને રાજ ભવનના સેંકડે મુલાકાતીઓ આવતાજતા હતા. નળનાં રૂપને નિહાળીને સહુ એમ જ કહેતા કે જે આપણી રાજન્યા નિષધપતિના કંઠમાં વરમાળા આરોપશે તે સમગ્ર પૃથ્વી ધન્ય બની જશે... આ તેજસ્વી, સુરૂપ અને વિનયી રાજા આ પૃથ્વી પીઠ પર મળ દુલભ છે. ભોજન, સંધ્યા આદિથી નિવૃત્ત થઈ નળ રાજકુમારીના ભવન 11