________________ 518 નિષધપતિ પ્રથમ પ્રહારની એકાદ ઘટિકા બાકી રહી હશે ત્યારે મહાઈ વણ અને મૃદંગ સાથે ડિનર યુગલ આવી પહોંચ્યું. સભાખંડની મધ્યમાં જ તેનું આસન ગોઠવ્યું હતું. નળને - નમન કરીને બંને આસન પર બેસી ગયા. નળની સાથે રહેલા સેક જેટલા રાજાઓ અને રાજકુમાર પણ ધીરે ધીરે આવી પહોંચ્યા. કિન્નર સુંદરીએ વીણું હાથમાં લીધી. તેની સાથેની બે પરિચારિકાઓએ મૃદંગ લીધાં બીજી બે પરિચારિકાઓએ સુપિવર વાઘ લીધાં. અને કિનર નવજવાને દિવ્ય સંગીતને પ્રારંભ કર્યો, સંગીતને આનંદ અસામાન્ય હોય છે. સમય કયારે વીતી જાય છે તેની કલ્પના ગાનાર કે સાંભળનાર કોઈને રહેતી નથી. લગભગ મધ્યરાત્રિ થવા આવી અને સંગીતને કાર્યક્રમ પૂરો કરવામાં આવ્યો. કિન્નર યુગલનું દિવ્ય સંગીત સાંભળીને સહુને શ્રમ હળવો ફૂલ બની ગયો હતો અને સહુ પ્રસન્નચિત્ત બન્યાં હતાં. નળે કિન્નર કંપની સંગીતકલાને બિરદાવી અને ધીરે ધીરે સહુ પોતપોતાના તંબુ તરફ જવા વિદાય થયાં. નળ પણ શયનગૃહ તરીકે ઓળખાતા પિતાના તંબુમાં ગયો અને દમયંતીના વિચાર કરતે કરતે મેડી તે નિદ્રાધીન થયો. વહેલી સવારે કેડિનપુર તરફ પ્રયાણ કરવાનું હતું. નળ પ્રાતઃકાળ પહેલાં જ જાગી ગયો. એ વખતે કિન્નર યુગલનું દિવ્ય સંગીત સમગ્ર શિબિરને જાણે જાગૃતિ રસ પાઈ રહ્યું હતું. નિષધપતિ માટે એક હજાર અશ્વો જોડેલે રથ તૈયાર થઈ ગયા હતા. વ્યવસ્થાપકે શિબિરને સંકેલવાના કાર્યમાં પડયા હતા. મહામંત્રી શ્રુતશીલ, પુષ્કરાક્ષ અને રાજપુરોહિત સાથે નળ રથમાં બેસી ગયે.