________________ દમયંતીના આવાસમાં 157 જે દિવસે નિષધાનગરીથી આ તરફ આવવા પ્રસ્થાન કર્યું, તે દિવસથી અમારા દૂતો આપના સમાચાર રાજકન્યાને આપતા રહે, છે અને રાજ કન્યા પણ પિતાના મહેલના ઉત્તર દિશા તરફના. ગવાક્ષે ઊભાં રહીને તે દિશાએથી આવતા વાયુને પણ અતિ સુખકર, માનતાં હોય છે. રાજકન્યાએ આપને સ્વયંવર મંડપમાં નિશ્ચિત સમયે પધારવાનો આગ્રહ કર્યો છે... અને આપના મનોરંજન અર્થે કિન્નરના એક યુગલને આપની સેવામાં મે કહ્યું છે જે બહાર ઊભું છે.' દમયંતીની કેટલી કાળજી છે ! નળના હૃદયમાં ભારે ઉલ્લાસ પ્રગટયો. પણ વળતી જ પળે તેના મનમાં થયું....આશા, ઈચ્છા. અને મનને મારે વશમાં જ રાખવાં જોઈએ. આમ વિચારી તેણે રાજકુમારીના કુશળ પૂછયા અને પુષ્કરાક્ષ સાથે તે કિન્નર યુગલના સ્વાગત નિમિતે તંબુની બહાર ગયો. અતિ સુંદર અને પવિત્ર એવું કિન્નર યુગલ સંગીતના સાજસહિત ઊભું હતું. તેની પાછળ ચાર પરિચારિકાઓ હતી. નળે આ શ્રેષ્ઠ કલાકાર દંપતીનું ભાવભર્યું સ્વાગત કર્યું અને મહા પ્રતિહારને આ બધા અતિથિઓના આરામની વ્યવસ્થા કરવાની આજ્ઞા કરી. સાયં ભજન અને સંધ્યા પતાવીને નળ પિતાની બેઠક શિબિરમાં આવી ગયે. બેઠકને તંબુ ઘણું વિશાળ હતું. ચારે તરફ મખમલના ગાલીચા બિછાવ્યા હતા અને દીપમાલિકાઓ ઝળહળી રહી હતી. સામે જ એક આસન પર ગાદી બિછાવી હતી.નળ ત્યાં જઈને બેઠે. ધીરે ધીરે મંત્રીઓ, સેનાનાયકે અને મહામંત્રી શ્રુતશીલ અતિથિ પુષ્કરાક્ષને લઈને આવી ગયા. પ્રવાસની ચર્ચાઓ થવા માંડી. દાસીઓએ ધૂપદાનીઓ ચારે તરફ ફેરવવા માંડી. રાત્રિના