________________ અશક્ય કાય? 155 છતાં હું મારું કર્તવ્ય બજાવીશ.બહારની મુશ્કેલીઓ કરતાં મનની મુશ્કેલીઓ ભારે વિચિત્ર હોય છે... પરંતુ હું એને પહોંચી વળવાને. પ્રયત્ન કરીશ..એક આરાધક પિતાના આરાધ્યના કાર્યમાં જરાયે કર્તવ્યવિમૂઢ નહિ બનેહું આપે સેપેલા કાર્યને સ્વીકાર કરું છું.” લેક પાસે પ્રસન્ન બની ગયા અને વળતી જ પળે અદશ્ય થઈ ગયા... નળ એમને એમ નત મસ્તકે ઘડીભર ઊભો રહ્યો. ત્યાર પછી ઘવાયેલા મન સાથે આનંદવિહેણું હૈયે નળ પિતાને રસાલા તરફ ચાલતો થયો. પ્રકરણ 17 મું : દમયંતીના આવાસમાં હું હિનપુર હવે કેવળ દશ કેસ દૂર હતું... સાંજ પહેલાં જ ત્યાં પહોંચી શકાય એવી શકયતા હતી... પરંતુ સાથે આવેલા રાજપુરોહિતે આવતી કાલનું પ્રવેશમૂહૂર્ત આપ્યું અને મહામંત્રી શ્રુતશીલે પડાવ નાખવાની આજ્ઞા કરી. ડી જ વારમાં શિબિરરચના થઈ ગઈ. સૂર્યાસ્ત પહેલાં ભોજન કરવાનો નિયમ હોવાથી પાકશાસ્ત્રીઓ ભોજનની તૈયારીમાં પડ્યા, ઈન્દ્ર મહારાજે સેપેલા કાર્યની જવાબદારી સંભાળીને નળનું ચિત્ત ભારે ક્ષોભ અનુભવી રહ્યું હતું. તેના મનમાં થતું, પિતે મનથી દમયંતીને બની ગયો છે અને દમયંતી પણ મનથી પિતાને વરી ચૂકી છે... ણે હંસ દ્વારા વરમાળા પણ મેકલી આપી હતી. આ સ્થિતિમાં દમયંતીના મનને ઈન્દ્ર પ્રત્યે કેવી રીતે વાળી શકાશે ? ના..ના..